Chaitar Vasava સાથેની મુલાકાત બાદ Arvind Kejriwalએ આપી પ્રતિક્રિયા, કહ્યું ચૈતર વસાવાને ભાજપ સરકારે જૂઠા અને નકલી કેસમાં પકડ્યા છે


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-08 14:44:15

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે તો મનસુખ વસાવા તેમને લઈ નિવેદન આપે છે. આ બધા વચ્ચે ચૈતર વસાવાના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ગઈકાલથી આવેલા મુખ્યમંત્રીએ આજે રાજપીપળા જેલમાં રહેલા ચૈતર વસાવાને મળવા પહોંચ્યા હતા. ચૈતર વસાવાની મુલાકાત બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું કે ચૈતર વસાવાને ભાજપ સરકારે જૂઠા અને નકલી કેસમાં પકડ્યા છે. આદિવાસી સમાજમાં ભારે રોષ છે. ચૈતર વસાવા અને તેમના પત્નીને અમે જેલમાં મળીને આવ્યા છીએ. બંનેના હોંસલા બુલંદ છે, લડશે, સંઘર્ષ કરશે. અંતમાં તો બીજેપીને જનતા ઉખાડીને ફેંકશે.  

પોલીસ સમક્ષ હાજર થયા હતા ચૈતર વસાવા  

નર્મદાનું રાજકારણ અનેક વખત ચર્ચામાં રહેતું હોય છે. કોઈ વખત ભાજપના સાંસદ મનસુખ વસાવા નિવેદન આપે છે તેને કારણે ન્યુઝ બને છે તો કોઈ વખત આપના ધારાસભ્ય ચૈતર વસાવા કોઈ સંદેશો મોકલે છે એટલે ન્યુઝ બને છે. હંમણા બંનેને કારણે નર્મદા જિલ્લો ચર્ચામાં છે. છેલ્લા થોડા દિવસોથી આપના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે. વન વિભાગના કર્મચારીને મારવા બદલ તેમના વિરૂદ્ધ કેસ કરવામાં આવ્યો છે. પોલીસની પકડથી તે ફરાર હતા પરંતુ થોડા સમય પહેલા તે અચાનક પોલીસ સમક્ષ હાજર થયા. તે વખતે તેમના સમર્થકો મોટી સંખ્યામાં ત્યાં હાજર હતા. 


ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા લડશે લોકસભા ચૂંટણી 

ચૈતર વસાવાના સમર્થનમાં અનેક વખત સ્થાનિક લોકોએ રેલી કાઢી હતી. ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવા સતત એક્ટિવ દેખાઈ રહ્યા છે. ચૈતર વસાવાના કામો લોકો સુધી પહોંચે તે માટે અલગ અલગ રીતે તેમનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા. ગઈકાલે નેત્રંગ ખાતે કેજરીવાલ ઉપરાંત ભગવંત માને જનસભાને સંબોધી. ચૈતર વસાવા ભરૂચથી લોકસભા ચૂંટણી લડશે તેવી જાહેરાત પણ કરવામાં આવી. 

ભાજપ સરકારે જૂઠા કેસમાં ચૈતર વસાવાને પકડ્યા છે - કેજરીવાલ 

રાજપીપળા જેલમાં બંધ ચૈતર વસાવાને મળવા માટે અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન પહોંચ્યા હતા. મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે નિવેદન આપ્યું કે ચૈતર વસાવાને ભાજપ સરકારે જૂઠા અને નકલી કેસમાં પકડ્યા છે. આદિવાસી સમાજમાં ભારે રોષ છે. ચૈતર વસાવા અને તેમના પત્નીને અમે જેલમાં મળીને આવ્યા છીએ. બંનેના હોંસલા બુલંદ છે, લડશે, સંઘર્ષ કરશે. અંતમાં તો બીજેપીને જનતા ઉખાડીને ફેંકશે. ત્યારે જોવું રહ્યું કે લોકસભાની ચૂંટણીમાં શું નવા નવા ખેલ જોવા મળે છે?  



હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી ચોમાસાને લઈ આગાહી કરવામાં આવી છે. આ વર્ષનું ચોમાસું સારૂં રહેશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. તેમણે કહ્યું કે 7 જૂનની આસપાસ પવનો બદલાશે ઉપરાંત સમુદ્રમાં કરંટ ઉત્પન્ન થશે. તારીખ 7થી 14 જૂન આંધી પવન સાથે ચોમાસું બેસવાની શક્યતાઓ છે.

એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે જેમાં પોલીસની ટીમ દ્વારા શ્રમજીવીને નવી સાયકલ આપવામાં આવી છે... સાયકલ મળતા જ શ્રમજીવીની આંખો હરખથી ભરાઈ આવી હતી.. હર્ષ સંઘવીએ આનો વીડિયો શેર કર્યો છે.

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પોઈચામાં બનેલી ઘટના જેમાં નર્મદા નદીમાં ન્હાવા ગયેલા 8 લોકો ડૂબી ગયા હતા તેની ચર્ચા ચાલી રહી છે... તેમાંથી એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.. બીજી એક ઘટના મોરબીમાં બની હતી. મચ્છુ નદીમાં ન્હાવા માટે યુવાનો ગયા હતા જેમાંથી ત્રણ લોકો ડૂબી ગયા હતા.

રાજ્ય શિક્ષણ વિભાગની પરિણામ પુસ્તિકા મુજબ આ વર્ષે એટલે કે 2024માં ગુજરાતી વિષયમાં 5.83 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, તેમાંથી 5.37 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ આંકડા પરથી સમજી શકીએ છીએ કે બોર્ડનું ઓવરઓલ પરિણામ ઊંચું આવ્યું છે છતાં 7.91% વિદ્યાર્થીઓ એટલે કે 46 હજારથી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થયા છે,