Arvind Kejriwalની પત્નીએ પ્રેસ કોન્ફરન્સ કરી કર્યો મોટો દાવો! કહ્યું 28 માર્ચે Arvind Kejriwal જણાવશે ક્યાં ગયા દારૂ કૌભાંડના પૈસા?


  • Published By :
  • Published Date : 2024-03-27 16:14:14

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કથિત દારૂ કૌભાંડ કેસમાં જેલવાસ ભોગવી રહ્યા છે. ઈડીએ 21 માર્ચે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લીધી હતી. અરવિંદ કેજરીવાલની જ્યારે ધરપકડ થઈ ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો તેમજ નેતાઓ ત્યાં હાજર હતા ઉપરાંત કોંગ્રેસના પણ નેતાઓ હાજર હતા. અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ લોકો સમક્ષ આવે છે. થોડા સમય પહેલા પણ સુનિતા કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે આજે ફરી એક વખત પ્રેસ કોન્ફરન્સ કરી છે. સુનીતા કેજરીવાલે કહ્યું કે આવતી કાલે અરવિંદ કેજરીવાલ સમગ્ર દેશ સામે બતાવશે કે કથિત દારૂ કૌભાંડના પૈસા ક્યાં ગયા.?

સુનીતા કેજરીવાલે કરી પ્રેસ કોન્ફરન્સ અને કહ્યું કે... 

છેલ્લા ઘણા સમયથી ઈડીએ પૂછપરછ માટે હાજર થવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અનેક સમન્સ પાઠવ્યા. પરંતુ તે હાજર થયા ના હતા અને અંતે ઈડી મુખ્યમંત્રીના ઘરે પહોંચી. પૂછપરછ કરી અને તે બાદ તેમની ધરપકડ કરી લીધી. અરવિંદ કેજરીવાલ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. થોડા સમય પહેલા અરવિંદ કેજરીવાલે એક પત્ર મોકલ્યો હતો. તે વખતે અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આજે ફરી એક વખત તેમણે  એક નિવેદન બહાર જારી કર્યું છે. એ નિવેદનમાં સુનીતા કેજરીવાલે એક મોટો દાવો કર્યો છે કે 28 માર્ચે અરવિંદ કેજરીવાલ સમગ્ર દેશને બતાવશે કે કથિત દારૂ કૌભાંડના પૈસા ક્યાં ગયા? સુનિતા કેજરીવાલે કહ્યું કે તપાસ દરમિયાન એક પણ રૂપિયો નથી મળ્યો. 


જે દિવસે કેજરીવાલની ધરપકડ થઈ ત્યારે... 

મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલની ધરપકડ જે સમયે થઈ હતી તેને લઈ અનેક સવાલો થયા હતા. જે દિવસે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ તે દિવસે ચૂંટણી બોન્ડના ડેટા સામે આવવાના હતા.. કઈ પાર્ટીને કોણે દાન આપ્યું તેની જાણકારી સામે આવવાની હતી.! અનેક લોકો આ ઘટનાને અને કેજરીવાલની ધરપકડને એક સાથે જોઈ રહ્યા છે. ત્યારે સૌ કોઈની નજર આવતી કાલ પર છે કારણ કે કથિત દારૂ કૌભાંડના પૈસા ક્યાં ગયા તેની જાણકારી અરવિંદ કેજરીવાલ આપવાના છે સુનીતા કેજરીવાલના કરવામાં આવેલા દાવા પ્રમાણે 



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .