CBIએ સમીર વાનખેડે સામે નોંધી FIR,શાહરૂખ પાસે 25 કરોડની લાંચ માગી હોવાનો ફરિયાદમાં થયો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-05-15 19:22:45

આર્યન ખાન કેસમાં નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના પૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની મુશ્કેલી વધી છે. સમીર વાનખેડે વિરૂધ્ધ સીબીઆઈના દરોડા બાદ મોટો ખુલાસો થયો છે. આર્યન ખાન કેસમાં સમીર વાનખેડેએ શાહરૂખ ખાન પાસે રૂ. 25 કરોડની લાંચ માગી હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે. આ કેસમાં સમીર વાનખેડે સામે સીબીઆઈએ એફઆઈઆર નોંધી છે. 


શાહરૂખાનને આપી હતી ધમકી


સ્વતંત્ર સાક્ષી કેપી ગોસાવીએ આ અંગે ખુલાસો કરતા કહ્યું છે કે સમીર વાનખેડેએ શાહરૂખ ખાનના પરિવારને ધમકી આપી હતી કે જો તે 25 કરોડ નહીં આપે તો તેમના દિકરાને નશીલા પદાર્થના કેસમાં ફસાવી દેવામાં આવશે. સીબીઆઈએ આ કેસમાં સમીર વાનખેડે, એનસીબીના સુપ્રીટેન્ડન્ટ વીવી સિંહ અને આર્યન ખાન કેસના તપાસ અધિકારી આશીષ રંજનને આરોપી બનાવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે કેપી ગોસાવીની આર્યન ખાન સાથેની એક સેલ્ફી પણ વાયરલ થઈ હતી, આર્યન ખાન જ્યારે NCB અધિકારીઓની કસ્ટડીમાં હતો ત્યારે જ ક્લિક કરવામાં આવી હતી.


સોદો 18 કરોડમાં થયો હતો


આર્યનની ધરપકડ બાદ તેના પરિવારજનો પાસેથી 25 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જો કે આ 18 કરોડ રૂપિયામાં ફાઈનલ થઈ હતી, ત્યારબાદ 50 લાખ રૂપિયા એડવાન્સ પણ આપવામાં આવ્યા હતા. NCB દ્વારા અનુગામી આંતરિક તપાસમાં સ્વતંત્ર રીતે સમીર વાનખેડે અને આશિષ રંજન દ્વારા ગુનાહિત ગેરવર્તણૂક અને ભ્રષ્ટાચારના આરોપો બહાર આવ્યા છે. તેમની મિલકત પણ તપાસ હેઠળ આવી હતી. વાનખેડે પોતાના વિદેશ પ્રવાસનો  પણ યોગ્ય હિસાબ આપી શક્યા નથી. સીબીઆઈ દ્વારા વિજિલન્સ રિપોર્ટના આધારે પ્રાથમિક તપાસ બાદ વાનખેડે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. સીબીઆઈએ એફઆઈઆર નોંધ્યા બાદ આ કેસમાં સમીર વાનખેડેના નિવાસસ્થાન અને ઓફિસ સહિત 30 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે.



ખુબ નાની વયના યુવાનો શું કામ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે? અમદાવાદના પ્રિન્સને મિત્રએ જ મજા આવશે કહીને ઈન્જેક્શન અપાવ્યું અને જીવ ગયો. દોસ્તી જેવો પવિત્ર સંબંધ શું કામ લાજી રહ્યો છે?

મોદી સ્ટેડિયમમાં આજે 1 લાખથી વધુ હરિભક્તોનું અમદાવાદમાં સન્માન કરવામાં આવશે. "સુવર્ણ કાર્યકર મહોત્સવ" શું છે તે જુઓ

અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....