હિમાચલ પ્રદેશમાં ચૂંટણી નજીક આવતા પીએમના વધ્યા આંટાફેરા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 09:59:36

આ વર્ષના અંત સુધીમાં ગુજરાતની સાથે સાથે હિમાચલ પ્રદેશમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીને લઈ વડાપ્રધાન મોદી હિમાચલ પ્રદેશની મુલાકાત લેવાના છે. ગુજરાતની સાથે સાથે હિમાચલમાં પણ ભાજપનો પ્રચાર મોદી કરવાના છે. હિમાચલ પ્રદેશને પણ અનેક વિકાસ કાર્યોની ભેટ આપવાના છે. ઉના એને ચંબા જિલ્લામાં અનેક યોજનાઓનો શિલાન્યાસ કરવાના છે તો અનેક કાર્યોનું લોકાર્પણ કરવાના છે. વડાપ્રધાન મોદીએ માહિતી આપતા લખ્યું કે હિમાચલ પ્રદેશના લોકોની આકાંક્ષા પૂર્ણ થશે. રાજ્યમાં વિકાસની ગતિને વેગ મળશે. 


અનેક વખત પીએમ લઈ રહ્યા છે હિમાચલની મુલાકાત

વિધાનસભા ચૂંટણી નજીક આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આંટાફેરા હિમાચલ પ્રદેશમાં વધી ગયા છે. ગુજરાત હોય કે હિમાચલ પ્રદેશ લોકો સાથે જોડાવાનો એક પણ મોકો તેઓ છોડતા નથી. પોતાના પ્રવાસ દરમિયાન વિકાસના અનેક કાર્યોની ભેટ આપતા હોય છે. ગુજરાતને પણ અનેક ભેટો આપી હતી. ત્યારે હિમાચલ પ્રદેશના લોકોને પણ ભેટો આપી રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. નવ દિવસમાં તેઓ બીજી વખત હિમાચલ પ્રદેશની મુલાકાતે જઈ રહ્યા છે.  

Vande Bharat Express: देश को मिलेगी चौथी वंदे भारत ट्रेन, इस राज्य को पीएम  मोदी कल देंगे सौगात - indian railways fourth vande bharat Express train  himachal pradesh pm narendra modi inauguration

અનેક કાર્યોની કરાવશે શરૂઆત

ગુજરાતમાં પણ જ્યારે તેઓ આવ્યા હતા ત્યારે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી, ત્યારે હિમાચલ પ્રદેશના અંબ-અંદૌરાથી દિલ્હી વચ્ચે ચાલતી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવાના છે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે. ઉપરાંત પ્રધાનમંત્રી મોદી ચંબાના ચૌગનથી હિમાચલ માટે પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજનાના ત્રીજા તબક્કાની શરૂઆત પણ તેઓ કરાવવના છે.  ત્યારબાદ 1200 કરોડના ખર્ચે બનનારૂ ઈન્દિરા સ્ટેડિયમથી ઉનાના હરોલીમાં બલ્ક ડ્રગ પાર્કનો પણ શિલાન્યાસ કરવાના છે. આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓક્ટોબરના રોજ હિમાચલ પ્રદેશની મુલાકાતે આવ્યા હતા. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે