પ્રથમ તબક્કાની બેઠકો માટે પ્રચાર કરવાનો અંતિમ દિવસ, દરેક પાર્ટી પ્રચારમાં લગાવી રહી છે એડીચોટીનું જોર


  • Published By :
  • Published Date : 2022-11-29 12:45:49

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. ચૂંટણીના 48 કલાક પહેલા પ્રચાર પડઘમ શાંત થઈ જાય છે. ચૂંટણી પંચના નિયમો અનુસાર ચૂંટણીના 48 કલાક પહેલાથી પ્રચાર બંધ કરી દેવો પડે છે. માત્ર ગણતરીના કલાકો બાકી હોવાને કારણે ઉમેદવારો તથા પાર્ટી મતદારોને આકર્ષવા તમામ પ્રયાસો કરશે. પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ સભાઓ કરી મતદારોને આકર્ષવા તનતોડ મહેનત કરશે. 

Image

ImageImage

પ્રથમ તબક્કાની બેઠકો પર આજથી શાંત થશે ચૂંટણી પ્રચાર 

ગુજરાતમાં જ્યારથી ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ છે ત્યારથી પાર્ટી દ્વારા પ્રચારને તેજ કરી દેવામાં આવ્યો છે. પાર્ટીના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે. ભાજપે તો સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારી હોય એવું લાગે છે. આમ આદમી પાર્ટી પણ પોતાના રાષ્ટ્રીય સ્તરના નેતાઓને ગુજરાત બોલાવી પ્રચાર કરાવી રહ્યા છે જ્યારે કોંગ્રેસે પણ પોતાના રાષ્ટ્રીય નેતાઓને ગુજરાતમાં બોલાવ્યા હતા. 

Elections LIVE: 'Such bad governance is of no use', Gehlot on Morbi  accident | Hindustan Times

બીજા તબક્કાની બેઠકો પર વધારાશે પ્રચારનો માર 

પ્રથમ તબક્કાનું મતદાન 89 બેઠકો માટે થવાનું છે. જેને કારણે આ બેઠકો પર સાંજના પાંચ વાગ્યાથી પ્રચાર શાંત થઈ જશે. પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા રાષ્ટ્રીય નેતાઓ આ બેઠકો પર જનસભા યોજવાના છે અને રેલીઓ કાઢવાના છે. પાંચ વાગ્યા બાદ જાહેર સભાઓ નહીં યોજાય ઉપરાંત ડોર-ટુ-ડોર પ્રચાર પણ નહીં કરી શકાય. ત્યારે ચૂંટણી પડઘમ શાંત થાય તે  પહેલા તમામ પાર્ટી મહેનત કરી રહી છે. આ પડઘમ શાંત થતા બીજા તબક્કા માટેનો પ્રચાર જોર-શોરથી ચલાવામાં આવશે.   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે