તમારા Jamawatને એક વર્ષ પૂરું થતાં અમે તમારા માટે લાવી રહ્યાં છીએ ખાસ ભેટ! Jamawat આવી રહ્યું છે આ પ્લેટફોર્મ પર...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-25 11:49:43

25 ઓગસ્ટ વર્ષ 2022એ જમાવટનની શરૂઆત થઈ. જમાવટની સફરને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ એક વર્ષ દરમિયાન અમને ગુજરાત તરફથી ખૂબ પ્રેમ મળ્યો. ગુજરાતીઓએ સહર્ષ અમારો સ્વીકાર કર્યો અને જમાવટ, અમારી સફરને આગળ વધારવામાં અમારી સહાયતા કરી. જમાવટને અનેક વખત રજૂઆત મળતી હતી કે તમે ટીવી પર આવો. ચેનલ પર આવો. દર્શકો દ્વારા યુટ્યુબ પર આપવામાં આવતો પ્રેમ જ ઘણો છે કે ટીવી પર ચેનલ શરૂ કરીએ તેવો પ્લાન હમણાં નથી. 

જમાવટના સમાચાર અને વીડિયોઝ તમે જોઈ શક્શો એપ્લિકેશનમાં  

દર્શકોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખી અમે એક નવા પ્લેટફોર્મ પર આવી રહ્યા છીએ. અમારા દર્શકોને એક ખૂશખબર આપવી છે કે જમાવટના પ્રથમ બર્થ-ડે પર અમે લોન્ચ કરી રહ્યા છીએ જમાવટની એપ્લિકેશન. સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર તો અમે છીએ જ, ફેસબૂક, ટ્વિટર, Instagram, યુ-ટ્યુબ પર તો જમાવટ છે જ પરંતુ હવે પોતાના અલગ પ્લેટફોર્મ પર અમે આવી રહ્યા છીએ. જમાવટના વીડિયોઝ, સમાચારો હવે તમે અમારી એપ્લિકેશનમાં જોઈ શક્શો. સારૂં કન્ટેટ આપવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. સમાચારો સારા કન્ટેન્ટ સાથે તમારા સુધી જલદી પહોંચે તે માટે અમે એપ્લિકેશન લોન્ચ કરી રહ્યા છે. મોબાઈલમાં તમે અમારી એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છે. જે પ્રેમ અમને આપ્યો છે તે માટે દિલથી આભાર ગુજરાત.... THANK YOU GUJARAT...  



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે