બાંગ્લાદેશી છોકરીના પ્રેમમાં પડેલા આશીષે કર્યું ધર્મ પરિવર્તન! નામ બદલી કર્યું મોહમ્મદ શેખ, જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-07-09 19:22:34

ગુજરાત અને દેશમાં ધર્મ પરિવર્તનના અનેક કિસ્સા સામે આવતા હોય છે પણ આ કિસ્સો આખા દેશમાં સૌથી અલગ હશે એવું મને લાગી રહ્યું છે, આ કિસ્સો કેવી રીતે અલગ છે. આ કિસ્સાથી સમજવું છે કે શું સોશિયલ મીડિયાથી પોલીસને કે વહીવટી તંત્રને ખબર ન પડે તેમ ધર્મ પરિવર્તનના કામ ચાલી રહ્યા છે, વિગતવાર વાત કરીએ તો એક મજૂર પરિવારમાં જન્મેલો હોંશિયાર છોકરો આશિષ ગોસ્વામી પરિવારને ખબર ન પડે તેમ કેવી રીતે બની ગયો શેખ મહમ્મદ અલ સમી.  


મોબાઈલે બદલ્યું આશીષનું જીવન!

રાજકોટમાં જેતપુર શહેર છે, જ્યાં જનતા નગર-2 સોસાયટીમાં વર્ષ 2004માં મજૂરી કરીને પેટીયું રળતા વ્યક્તિને ત્યાં આશીષ ગૌસ્વામી નામના વ્યક્તિનો જન્મ થયો. આશીષ પહેલેથી જ ભણવામાં હોંશિયાર હતો પણ બે બહેનોના એક માત્ર ભાઈની પરિસ્થિતિ રૂપિયે ટકે એટલી બધી સારી ન હતી. પણ આશીષને ભણવાની લગન હતી અને તે ભણવામાં સારો પણ હતો. અચાનક ભણવાનું કહીને તેણે મોબાઈલ મગાવ્યો અને અહીંથી તેના જીવનમાં બદલાવો આવવાના શરૂ થઈ ગયા. 


બાંગ્લાદેશી છોકરીએ આપી લગ્ન કરવાની લાલચ!

વાત એમ હતી કે ઈન્સ્ટાગ્રામ મારફતે તે બાંગ્લાદેશની એક છોકરીના કોન્ટેક્ટમાં આવ્યો, આ છોકરી સાથે આશીષને લગ્ન કરવા હતા, તેના માટે કંઈ પણ કરવા આશીષ તૈયાર હતો. છોકરીએ લગભગ લાલચ આપી હોય શકે કે મારી સાથે લગ્ન કરવા હોય તો તારે ઈસ્લામ ધર્મ અંગિકાર કરવો પડશે. બસ આ પછીથી આશીષમાં બદલાવો શરૂ થયા. તે મસ્જિદ જવા લાગ્યો, નમાઝ પઢવા લાગ્યો, ઉર્દુ શીખવા લાગ્યો, કાપેલી મૂછ અને દાઢી રાખવા લાગ્યો, ટોપી પહેરવા લાગ્યો અને સૌથી મોટી વાત ઝાકીર નાઈકને સાંભળવા લાગ્યો. 


એકાએક આશીષના વર્તનમાં આવ્યા લાગ્યા પરિવર્તન

આ વસ્તુઓના કારણે આશીષમાં અનેક બદલાવો આવવા લાગ્યા, આમ તો આશીષ ઘરમાં આવું કંઈ કરતો ન હતો ટોપી વગેરે કાઢી નાખતો હતો, નમાજ ઘરમાં નહોતો પઢતો, ધાર્મિક પુસ્તકો નહોતો લાવતો પણ અચાનક આવું બધું પણ તે કરવા લાગ્યો. મજૂર બાપનો એકનો એક દીકરો એટલે હરેશભાઈ ગોસ્વામીએ તેને સમજાવ્યો, માર્યો પણ છતાંય તેના મગજમાં એક જ વાત ચાલતી હતી કે મારે ઈસ્લામને જાણવો છે, મહમ્મદ પૈગંબર સાહેબના સંદેશને સમજવો છે. અંતે તેના પિતા પણ કંટાળ્યા. આશીષના પપ્પાએ તેને એકવાર નમાજ પઢતા પણ જોઈ લીધો હતો પણ તે એકનો એક દીકરો હોવાના કારણે કંઈ કહી શક્યા નહોતા જો કે ઠપકો જરૂર આપ્યો હતો. 


ધીમે ધીમે ઈસ્લામના ઈતિહાસમાં પડ્યો રસ

એકવાર તો એવું થયું કે આશીષને ખતના વિશે ખબર પડી. રિસર્ચ કરતા ખબર પડી કે શા માટે ખતના કરવામાં આવે છે અને તેને આ વિષયમાં અને ઈસ્લામના ઇતિહાસમાં રસ પડી ગયો તો તેણે ખતના કરાવવાનું નક્કી કરી લીધું. ખતના કરાવવા તે જેતપુરની સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયો, જ્યાં ડોક્ટરે તેને કહ્યું કે આવું અમે કરતા નથી પણ ધાર્મિક કારણોસર તને કરાવી દઈ શકું. બસ ત્યાર પછી ડોક્ટરે પોલીસ અને હિન્દુ સંગઠનોનો સંપર્ક કર્યો અને ચર્ચામાં આવ્યો આશીષ ગૌસ્વામી અથવા શેખ મહમ્મદ અલ સમી. 


આશીષ કરશે માતા પિતાની સેવા 

બધી ઘટનાની જાણ રાજકોટના વિશ્વ હિન્દુ પરિષદને થતાં તેણે આશીષને હિન્દુ ધર્મમાં પાછો લાવવાના પ્રયત્નો શરૂ કર્યા. જો કે આ કેસની અલગ વિગત એ હતી કે આશીષને કોઈ પણ પ્રલોભન નહોતું આપવામાં આવ્યું ઈસ્લામ ધર્મમાં જવા માટે. આ બધુ પત્યા પછી હિન્દુ સંગઠનોએ કનૈયાનંદ મહારાજની હાજરીમાં આશીષને સમજાવ્યો અને આશીષ સમજી ગયો. હાલ આશીષનું કહેવું છે કે મારે ક્યાંય નથી જવું મારે મા બાપની સેવા કરવી છે. હિન્દુ ધર્મ અને ઈસ્લામમાં પણ મા બાપની સેવાને મહત્વ આપવામાં આવ્યું  છે તો હું હવે મારા મમ્મી પપ્પાની સેવા જ કરીશ. ટૂંકમાં એક હોંશિયાર છોકરાની જીવન શૈલી અચાનક બદલાવા લાગે છે. જેનું કારણ છોકરાના પિતાનું માનવું છે કે બાંગ્લાદેશની છોકરી હોઈ શકે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.