અશોક ચવ્હાણ, કમલનાથ અને હવે મનીષ તિવારીનો પણ મોહ ભંગ, BJPના સંપર્કમાં હોવાની ચર્ચા


  • Published By :
  • Published Date : 2024-02-18 16:06:18

એક તરફ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે તો બીજી તરફ પાર્ટીના અગ્રણી નેતાઓનો મોહભંગ થઈ રહ્યો છે. પૂર્વ સાંસદ CM કમલનાથના ભાજપમાં જોડાવા અંગેની અટકળો વચ્ચે પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારી પણ કોંગ્રેસ છોડી દે તેવી ચર્ચાએ જોર પકડ્યું  છે. સૂત્રોના હવાલાથી મળેલા સમાચાર મુજબ મનીષ તિવારી સતત ભાજપના સંપર્કમાં છે. જો અટકળો સાચી પડશે તો કોંગ્રેસને અશોક ચવ્હાણ બાદ ફરી મોટો ફટકો પડી શકે છે. કમલનાથ વિશે વાત કરીએ તો એવા સમાચાર છે કે તેઓ અને તેમના પુત્ર નકુલનાથ ટૂંક સમયમાં જ ભાજપમાં જોડાશે. શનિવારે પિતા-પુત્ર પણ દિલ્હી આવ્યા હતા પરંતુ હજુ સુધી કંઈ સ્પષ્ટ થયું નથી.


કોંગ્રેસને લાગશે ત્રીજો ઝટકો?

 

કોંગ્રેસ માટે 2024ની લોકસભા ચૂંટણી પહેલા આવા સમાચાર કોઈ મોટા આંચકાથી ઓછા નહીં હોય. થોડા દિવસ પહેલા જ મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અશોક ચવ્હાણ ભાજપમાં જોડાયા હતા. જ્યારે હવે કમલનાથ અને તેમના પુત્ર નકુલ નાથના બીજેપીમાં જોડાવાના સમાચાર આવ્યા છે. આ અટકળો વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારી પણ કોંગ્રેસથી નારાજ છે. 


મનીષ સતત ભાજપના સંપર્ક


દિલ્હીના રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચાને સાચી માનીએ તો પંજાબના આનંદપુર સાહિબના સાંસદ મનીષ સતત ભાજપના સંપર્કમાં છે. જોકે તેમની નજીકના કોઈએ તેને હાસ્યાસ્પદ ગણાવ્યું છે. જો અટકળો સાચી સાબિત થશે તો ચૂંટણી પહેલા કોંગ્રેસને ત્રણ આંચકાઓનો સામનો કરવો પડી શકે છે. મનીષ તિવારી 2012 થી 2014 સુધી યુપીએ સરકારમાં માહિતી અને પ્રસારણ મંત્રી હતા. તેમણે કોંગ્રેસના પ્રવક્તા તરીકે પણ પાર્ટીમાં યોગદાન આપ્યું છે.



જમાવટની ઈલેક્શન યાત્રા ગુજરાતના અનેક લોકસભા વિસ્તારોમાં ફરી રહી છે અને મતદાતાના મિજાજને જાણવાનો પ્રયત્ન કરી રહી છે. જમાવટ પોરબંદર પહોંચી હતી જ્યાં હાજર લોકોએ ચૂંટણીનું ગણિત સમજાવી દીધું...

રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું જેને લઈ રાજકારણ ગરમાયું હતું. ક્ષત્રિય સમાજના લોકોમાં આક્રોશ જોવા મળ્યો. ત્યારે જામનગરના જામસાહેબે રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે..

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે... અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. ત્યારે મોરબીથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

ગુજરાતમાં આજે પીએમ મોદી આવ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદી પ્રચાર કરવાના છે.. જે બેઠકો પર વિખવાદ ચાલી રહ્યો છે તે બેઠકો પર પીએમ મોદી સભાને સંબોધવાના છે...