અશોક ગેહલોતે હાઈકમાનનો વિશ્વાસ ગુમાવ્યો, કોંગ્રેસ અધ્યક્ષની રેસમાંથી આઉટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 19:01:04

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની મુશ્કેલી વધી રહી છે. મુખ્યમંત્રીના પદ માટે અશોક ગેહલોતનો મોહ હવે તેમને ભારે પડી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડી રહેલા અશોક ગેહલોતને કોંગ્રેસ હાઈ કમાન તરફથી આજે મોટો ઝટકો લાગ્યો છે. હવે તેઓ કોંગ્રેસ અધ્યક્ષની રેસમાંથી બહાર ફેંકાઈ ગયા છે. ગઈકાલે જયપુરમાં કોંગ્રેસના ધારાસભ્યોના બળવા બાદ  કોંગ્રેસ હાઈકમાન્ડે આકરુ પગલું ભરતાં અશોક ગેહલોતને કોંગ્રેસ અધ્યક્ષની રેસમાંથી બહાર કરી દીધા છે. 


અશોક ગેહલોતને હાથના કર્યા હૈયે વાગ્યા


મુખ્યમંત્રી તરીકે સચિન પાયલટની વરણી થવાની ચર્ચાની વચ્ચે ગઈકાલે સીએમ ગેહલોતના વફાદાર 82 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા હતા. સમગ્ર ઘટના બાદ સોનિયા ગાંધી દ્વારા મલ્લિકાર્જન ખડગે અને અજય માકનને આ મુદ્દાનો ઉકેલ લાવવાનું જણાવીને હાઈકમાન્ડને રિપોર્ટ આપવાનું જણાવાયું હતું. જે અનુસાર આ બન્ને નેતાઓ આજે દિલ્હીમાં સોનિયા ગાંધીને મળ્યાં હતા અને તેમને રિપોર્ટ સોંપ્યો હતો. પાર્ટી સુત્રોના જણાવ્યા પ્રમાણે હાઈકમાન્ડ અશોક ગેહલોત અધ્યક્ષની ચૂંટણી લડે તેવું નથી ઈચ્છતો. 



ગેહલોત આઉટ થતાં અન્ય નેતાઓ માટે માર્ગ મોકળો થયો


અશોક ગેહલોત અધ્યક્ષની ચૂંટણીની રેસમાંથી ફેંકાઈ ગયા બાદ હવે કોંગ્રેસના ચાર નેતાઓ મુકુલ વાસનિક, મલ્લિકાર્જુન ખડગે, દિગ્વિજય સિંહ, કેસી વેણુગોપાલ મુખ્ય દાવેદાર મનાય છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે મલ્લિકાર્જુન ખડગે, મુકુલ વાસનિક, કમલનાથ જેવા નેતાઓ પણ અધ્યક્ષ પદની રેસમાં આવી ગયા છે. એટલું જ નહીં દિગ્વિજય સિંહ પણ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડી શકે છે. રાહુલ ગાંધીના નજીકના સાથી અને કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ પણ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડે તેવી શક્યતા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હાલમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અધ્યક્ષ પદની ચૂંટણી માટે કોને સમર્થન આપવું જોઈએ તે અંગે મંથન કરી રહ્યા છે. અગાઉ ગાંધી પરિવારે અશોક ગેહલોત પર મન બનાવી લીધું હતું, પરંતુ તેમના આ કૃત્યને કારણે તેઓ ગાંધી પરિવારનો વિશ્વાસ ગુમાવી બેઠા છે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.