આશ્રમશાળાના શિક્ષકોએ જૂની માગો સાથે ગાંધીનગરમાં વિરોધ નોંધાવ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 18:21:59

ચૂંટણી પહેલાનો સમય આંદોલનનો સમય હોય છે. નારાજ કર્મચારીઓ પોતાની માગ સરકાર સમક્ષ મૂકી સરકારને દબાણ કરતી હોય છે ત્યારે આશ્રમશાળાના કર્મચારીઓએ પોતાની માગ સાથે આજે ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન કર્યા હતા. 


4200 રૂપિયાના ગ્રેડ-પે મુદ્દે કર્યું વિરોધ પ્રદર્શન

આશ્રમ શાળાના શિક્ષકોએ આજે ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન કર્યા હતા. તેમની જૂની માગણીઓ સાથે તેમણે ગાંધીનગરમાં વિરોધ નોંધાવ્યો હતો. ગાંધી જયંતી હોવાના કારણે રામધૂન ગાઈ વિરોધ નોંધાવ્યો હતો. તેમની માગણી હતી કે અન્ય સરકારી કર્મચારીઓને ગ્રેડપેનો લાભ મળ્યો છે તો આશ્રમશાળાના શિક્ષકોને પણ સાતમા પગાર પંચનો અને ગ્રેડપેનો લાભ મળવો જોઈએ. પોતાનો રોષ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે તેમની નોકરી 24 કલાકની હોય છે. છોકરાઓને ભણાવવા સિવાય તેમને હોસ્ટેલમાં ગૃહમાતા અને ગૃહ પિતા તરીકે પણ સેવા આપવી પડે છે જેનું વેતન પણ નજીવું હોય છે.  ગૃહમાતા કે ગૃહપિતાને હોસ્ટેલ સંભાળવા માટે 30 રૂપિયાનું ભથ્થું મળતું હોય છે. પોતાનો રોષ સરકાર સામે ઠાલવતા આંદોલનકારીઓએ જણાવ્યું હતું કે, કાં તો અમારૂ ભથ્થું વધારો અથવા 30 રૂપિયા પણ ના આપો. આંદોલનકારીઓના જણાવ્યા મુજબ તેમને 1986થી 30 રૂપિયાનું જ ભથ્થું મળે છે તેને વધારવા મામલે સરકાર સાથે અનેકવાર બેઠકો કરી પરંતુ યોગ્ય નિર્ણય નહીં આવતા સરકાર સામે રોષ વ્યક્ત કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમની માગણી છે કે જો સરકારને ભથ્થું ના વધારવું હોય તો ગૃહમાતા અને ગૃહપિતાની અલગથી નિમણૂક કરો જેથી શિક્ષકોને માત્ર અભ્યાસનું જ કામ રહે.


પોલીસે ગૃહપતિ-ગૃહમાતાઓની અટકાયત કરી

ગાંધીનગર પોલીસને કોઈ પ્રકારની જાણ કર્યા વગર કે અનુમતિ વગર આશ્રમશાળાના શિક્ષકો વિરોધ નોંધાવતા પોલીસે તેમની અટકાયત કરી હતી. જો કે તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી અમારી માગણી નહીં સંતોષાય ત્યાં સુધી અમે ગાંધીનગર નથી છોડવાના.


ચૂંટણી નજીક આવતા અનેક પ્રકારના લોકો, સંઘો, ગ્રુપ અને સમાજો ગુજરાત સરકાર સામે પોતાની માગણીઓનો વરસાદ કર્યો હતો. જેમાં ગુજરાત સરકારે તેમની એક-બે માગ સંતોષી અથવા અમુક પક્ષોની લગભગ પૂરતી બધી માગ સંતોષી મામલો ચૂંટણી અને આચાર સંહિતા લાગે તે પહેલા પૂર્ણ કર્યો હતો. ચૂંટણીનો સમય હોવાના કારણે અનેક સરકારી અને બિનસરકારી પોતાની માગણીઓ સાથે સરકારનો કાન મરોડી રહ્યા છે ત્યારે ગાંધી જયંતીના દિવસે આશ્રમશાળાના શિક્ષકો પણ મેદાને આવ્યા છે. હવે સરકાર તેમને સાંભળે છે કે તેમની અટકાયત બાદ મુદ્દો શાંત પડી જશે તે જોવાનું રહેશે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે