વિપક્ષી નેતાના ફોન હેકિંગ મામલે Ashwini vaishnawએ આપ્યો જવાબ, આરોપને પાયા વિહોણા ગણાવતા કહી આ વાત...


  • Published By :
  • Published Date : 2023-10-31 16:34:34

વિપક્ષી નેતાઓના ફોન હેક કરવાની કોશિશ સરકારે કરી છે તેવા આરોપ અનેક નેતાઓ દ્વારા લગાવવામાં આવ્યા છે. એપલ કંપની દ્વારા નેતાઓને એલર્ટ મેસેજ આપવામાં આવ્યો કે તેમના ફોનને અને તેમના ઈમેલને હેક કરવાની કોશિશ કરવામાં આવી છે. આ લિસ્ટમાં કોંગ્રેસના અનેક નેતાઓ, આમ આદમી પાર્ટીના સાંસદ, અખિલેશ યાદવ સહિત અનેક નેતાઓના નામ સામેલ હતા. આ બાદ રાજકારણ ગરમાયું છે. સરકારને ઘેરવાનો પ્રયાસ વિપક્ષ દ્વારા તેમજ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યો છે. અદાણી મુદ્દે સરકાર પર રાહુલ ગાંધીએ પ્રહાર કર્યા છે. તો બીજી તરફ કેન્દ્રીય Telecommunication Minister અશ્વિની વૈષ્ણવે સરકાર વતી જવાબ આપ્યો છે.

અશ્વિની વૈષ્ણવે વિપક્ષના આરોપને નિરાધાર ગણાવ્યા 

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જવાબ આપતા આ વાતને વખોળી છે! સરકાર પર લગાવામાં આવતા આરોપનો જવાબ તેમણે આપ્યો છે. જવાબ આપતા તેમણે કહ્યું કે જ્યારે વિપક્ષ પાસે કોઈ મુદ્દો ન હોય ત્યારે જાસુસીનો આરોપ લગાવી દેવામાં આવે છે. વિપક્ષનો આરોપ નિરાધાર છે. તેમણે કહ્યું કે આ મામલે તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. આપણા કેટલાક ટીકાકારો એવા છે જે હંમેશા ખોટા આક્ષેપો કરતા રહે છે. તેઓ દેશની પ્રગતિ નથી ઈચ્છતા. 


  

વિપક્ષી નેતાઓનો શું છે દાવો?

દેશમાં વિપક્ષી નેતાઓ દાવો કરી રહ્યા છે કે તેમના ફોનને અને તેમના ઈમેલને હેક કરવાની કોશિશ કરવામાં આવી. નેતાઓનો દાવો છે કે ફોન બનાવનાર કંપની તરફથી તેમને એક ચેતવણી રૂપ એલર્ટ આપવામાં આવ્યું છે કે તેમના ફોનને હેક કરવાની કોશિશ કરવામાં આવી છે. એ એલર્ટમાં તેમને ચેતવણી આપવામાં આવી છે સરકાર તેમના ફોન હેક કરવાનો પ્રયાસ કરી રહી છે. અનેક વિપક્ષી નેતાઓએ ટ્વિટ કરી આ અંગેની જાણકારી આપી છે. ટીએમસી નેતા મહુઆ મોઈત્રા, કોંગ્રેસના નેતા શરીર થરૂર, પવન ખેરા તેમજ શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ તેમના ફોનના આવા સ્ક્રીનશોટ શેર કર્યો છે. તે ઉપરાંત એવી પણ માહિતી સામે આવી છે કે આવો મેસેજ આપના સાંસદ રાઘવ ચઢ્ઢા, સપાના અખિલેશ યાદવને પણ આવ્યો છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે