સફળતા મળી જાય પછી સંઘર્ષ કરનાર લોકો ક્યાં યાદ રહે છે!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 16:38:35

સફળતા મળી જાય પછી સંઘર્ષ કરનાર લોકો ક્યાં યાદ રહે છે!

ગુજરાત પોલીસે એક જવાન ખોયો, સંઘર્ષ કરતા કરતા લોકો અચાનક મૃત્યુ પામે, અને પછી બધા લોકો યાદોમાં તસવીરો મુકે પણ એ માણસ પર જીવન દરમ્યાન શું વિતતી હોય છે એ તો એ જ જાણતો હોય છે.


ગુજરાત પોલીસની લડાઈની પરીક્ષા ગ્રેડ પેનો સંઘર્ષ

ગુજરાત પોલીસ લડી અને દમથી પોતાની પરવાહ કર્યા વગર અનેક લોકો મેદાનમાં કુદ્યા, આ લોકોને ખબર હતી કે સરકાર એમની સામે પગલા લેશે પણ અકળામણ એટલી હતી કે કંઈ કર્યા વિના રહી શકાય એમ નહોતું, માત્ર સવાલ વર્તમાન સરકાર સામે જ નહોતો, સવાલ વર્ષોથી ચાલી આવેલી એ સિસ્ટમ સામે હતો જ્યાં આખી દુનિયા બદલાઈ ગઈ પણ એમનો પગાર નહોતો બદલાયો, સિસ્ટમ એમને માણસ નહોતી ગણતી, મજૂરી કરાવ્યે જતી હતી અને એ પણ વળતર ચુકવ્યા વગર, ત્યારે હાર્દિક દુર્ગાશંક પંડ્યા નામના કૉન્સ્ટેબલ વિધાનસભાની બહાર યુનિફોર્મ સાથે ધરણા પર બેઠા અને પોતાની વાત કરતા કરતા રડી પડ્યા...આ થયું ત્યારે સામાન્ય માણસને અહેસાસ થયો કે પોલીસ કઈ પરિસ્થિતિમાં જીવી રહી છે. એ પછી નિલમ મકવાણા નામે કોન્સ્ટેબલ સામે આવ્યા, જે ડિબેટમાં ગયા, ઉપવાસ કર્યા, ગાંધીનગર ગયા તો અધિકારીઓએ ખરાબ વર્તન કર્યુ, લાફા ઝીંકી દીધા, પોલીસ જ પોલીસનું રૂપ જોઈ રહી હતી, પણ છતાંય આ લોકો લડતા રહ્યા, આમાંથી જ એક નામ હતુ શૈલેષ રાવલ, શૈલેષભાઈની સુરેન્દ્રનગરથી દ્વારકા બદલી થઈ પછી અંબાજી પણ થઈ, સરકારે ખૈરાત આપી હોય એમ પગાર વધારો જાહેર તો કર્યો પણ રાજ્યના 24 લોકો જેમની બદલી કે સસ્પેન્ડ કર્યા હતા એમને પાછા ના લીધા, શૈલેષ રાવલ પણ છેક સુધી ટ્રાન્સફર માટે સંઘર્ષ કરતા રહ્યા, પણ 15મી ઓક્ટોબરે એમને હાર્ટ એટેક આવ્યો અને મૃત્યુ પામ્યા.


નિલમ મકવાણાએ કહ્યું આજે શૈલેષભાઈ છે કાલે નિલમ હશે!

આ ઘટના પછી અમને કૉન્સ્ટેબલ નિલમ મકવાણાનો કોલ આવ્યો ત્યારે એ રડતાં હતા અને કહેતા હતા કે પોલીસ આમ જ પોતાનો હક માગતા-માગતા મરી જવાની છે, ગુજરાતના લાખો પોલીસ કર્મચારીઓ આજે પગાર વધારો મળતા ખુશ છે પણ જે લોકો આના માટે લડ્યા હતા એ લોકો તો નોકરી વગર કાં તો વતનથી એકદમ દુર કોઈ ખુણામાં જઈને પડ્યા છે, હવે એ લોકો સરકાર પર દબાણ નથી લાવી શકવાના કેમ કે હવે એ આંગળીના વેઢે ગણાય એટલા સિમિત લોકો છે અને એમનો અવાજ કોઈ બુલંદ નથી કરવાનું....કદાચ આવુ જોઈને જ લોકો ન્યાય માટે લડતા નથી. કેમ કે લડવા વાળા તો છેલ્લે એકલા જ રહી જાય છે.



અમદાવાદ ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમિત શાહને ગુજરાતમાં ચાલી રહેલા પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ચેનલના રિપોર્ટર દ્વારા ત્યારે તેમણે કહ્યું કે રૂપાલાનો વિરોધ ક્યાંય થઈ જ નથી રહ્યો....!

ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે કારણ કે ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. વાઘોડિયા બેઠક પર ત્રિ પાંખીયો જંગ જામવાનો છે કારણ કે દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે આજે અપક્ષ ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી છે...

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. નેતાઓ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચૂંટણીને અનુલક્ષીને લખાયેલા કવિતા... લોલીપોપની લ્હાણી..

ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને માગ કરાઈ રહી છે કે તેમની ટિકીટ રદ્દ કરવામાં આવે. આવતીકાલે અમદાવાદ ખાતે ક્ષત્રિય સમાજે મહાસંમેલનનું આયોજન કર્યું છે.