નવસારીના ચકચારી લવ જેહાદ કેસના આરોપી અસીમ શેખનું પોલીસે કાઢ્યું સરઘસ, લોકોએ પોલીસની કામગીરીની કરી પ્રશંસા


  • Published By :
  • Published Date : 2023-07-05 19:42:38

નવસારીમાં હિંદૂ સગીરાને લગ્નની લાલચ આપી અને ફોસલાવીને અનેક વાર દુષ્કર્મ આચરનારો અસીમ નિઝામમિયા શેખ નામનો યુવક અંતે ઝડપાઈ ગયો છે. નવસારીના ખેરગામમાં ચકચાર મચાવી દેનારા લવ જેહાદ કેસના મુખ્ય આરોપી અસીમ શેખનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. જિલ્લા પોલીસ દ્વારા કડક પોલીસ બંદોબસ્ત સાથે ખેરગામ બજારમાં આરોપી અસીમનું સરઘસ કાઢવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં લોકો તે જોવા માટે ઉમટ્યા હતા. લવ જેહાદનો આરોપી વિધર્મી અસીમ શેખ પકડાતા અને તેનું સરઘસ નિકળતા હિંદુ સંગઠનોએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. સંગઠનના કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા, સ્થાનિક લોકોએ પણ પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી.


સમગ્ર મામલો શું હતો?


નવસારી જિલ્લાના ખેરગામના કુંભારવાડામાં રહેતો અસીમ નિઝામમિયા શેખ નામના યુવકે હિન્દુ સગીરાને પટાવી ફોસલાવીને અનેક વાર દુષ્કર્મ કર્યું હતું. આ મામલે ખેરગામ પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, અસીમ શેખે 2019થી એક હિન્દુ સગીર યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને તેની સાથે લગ્ન કરવાનું વચન આપીને તેનો ઉપયોગ કર્યો હતો. છોકરી તેનો બદઈરાદો જાણી જતાં તેણે તેનો વિરોધ કર્યો હતો.  જો કે અસીમે તેને ધમકાવીને મારપીટ કરી અને ઘણીવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ સમગ્ર મુદ્દે અંતે પીડિતાએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને પોલીસે આરોપીની મુંબઈથી ધરપકડ કરી હતી. મંગળવારે અસીમ શેખને કોર્ટમાં રજુ કરતા તારીખ 13 જુલાઈ સુધીના 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. 


આરોપી ગુનાઈત ઈતિહાસ ધરાવે છે


અસીમ શેખ હિસ્ટ્રીશીટર છે, નવસારી જિલ્લાનો માથા ભારેબુટલેગર છે. તેની સામે નવસારી, વલસાડ તેમજ સુરત શહેરમાં પ્રોહીબીશન અલગ-અલગ 14 જેટલા ગુનાઓ તથા મારામારીના ત્રણ ગુનાઓ ઉપરાંત વ્યાજખોરી બાબતનો એક ગુનો નોંધાયો છે. તેની પર કુલ 18 જેટલા ગુનાઓ નોંધાયેલ છે. જેમાં વલસાડ જિલ્લાના 05 જેટલા ગુનામાં તે હાલમાં વોન્ટેડ છે. ઉપરાંત તેના ઉપર બે વખત પાસાની કાર્યવાહી કરવામાં પણ આવેલી છે.



એક તરફ ગરમીનું પ્રમાણ વધી રહ્યું તો બીજી તરફ ઝાડને કાપવામાં આવી રહ્યા છે. પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે.. પ્રદૂષણ ઘટે તે માટે વધારેમાં વધારે વૃક્ષો વાવા જોઈએ તેવી વાતો સાંભળી હશે

દેશમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. પાંચમા તબક્કા અંતર્ગત મતદાન ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો મતદાનનો વાયરલ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી દરમિયાન બોગસ વોટિંગ કરતો એક યુવાન પોતાના સોશિયલ મીડિયા પર તે વીડિયો મૂકે છે અને બતાવે છે કઈ રીતે એ 8 વારએ મતદાન કરે છે..

ગુજરાત જાણે અગનભઠ્ઠામાં ફેરવાઈ ગયું હોય તેવું લાગે છે.. ગરમીનું તાપમાન પ્રતિદિન વધી રહ્યું છે જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. ગરમી ક્યારે ઓછી થાય તેની રાહ જોઈ રહ્યા છે. અનેક જિલ્લાઓ માટે ઓરન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાત એટીએસ દ્વારા ચાર શંકાસ્પદ વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા છે.. અમદાવાદ એટીએસે અમદાવાદ એરપોર્ટ પરથી મૂળ શ્રીલંકન અને આઈએસઆઈએસ સાથે જોડાયેલા આતંકીઓને ઝડપી પાડ્યા છે.