Assembly Elections : AAPએ પાંચ રાજ્યોમાં ઉમેદવારો ઉભા રાખ્યા પરંતુ ઉમેદવારોનું નથી ખુલ્યું ખાતું, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-03 16:44:25

દેશના પાંચ રાજ્યો માટે વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. મતદાત પૂર્ણ થતાં આજે મતગણતરી હાથ ધરવામાં આવી. ત્રણ રાજ્યોમાં ભાજપની સરકાર બની રહી છે તેવું હાલના પરિણામ જોતા લાગે છે. ભાજપ અને કોંગ્રેસની ચર્ચાઓ થઈ રહી છે કે આ પાર્ટીના ઉમેદવાર આ સિટથી આગળ ચાલી રહ્યા છે કે આ સિટથી પાછળ ચાલી રહ્યા છે. દરેક જગ્યાઓ પર બે જ પાર્ટીના ઉમેદવારની ચર્ચા થઈ રહી છે કારણ કે આમ આદમી પાર્ટીના અનેક ઉમેદવારો એવા છે જેમણે ખાતું જ નથી ખોલાવ્યું, 200 જેટલા ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા પરંતુ તેમને કોઈએ મત નથી આપ્યા!  મોટાભાગની બેઠકો પર AAPના ઉમેદવારોની ડિપોઝીટ પણ જપ્ત થઈ હતી. 

Most targeted, says Kejriwal, as AAP turns 11 | Delhi News - The Indian  Express

આપના અનેક ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થશે!

છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ તેલંગાણા માટે આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. રાજસ્થાન, છત્તીસગઢ તેમજ મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર બની રહી છે. અનેક દિગ્ગજ નેતાઓ આ રાજ્યોમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળ્યો. ભાજપના તેમજ કોંગ્રેસના મોટા ચહેરાઓએ જનસભાઓ ગજવી. 200 જેટલા ઉમેદવારો આ ચૂંટણીમાં ઉભા રહ્યા હતા પરંતુ આમાંથી અનેક એવા ઉમેદવારો છે જેમણે ખાતું નથી ખોલ્યું. AAPએ મધ્યપ્રદેશની 70થી વધુ બેઠકો, રાજસ્થાનની 88 બેઠકો અને છત્તીસગઢની 57 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. દિલ્હી અને પંજાબની જેમ કેજરીવાલે આ રાજ્યોમાં પણ મફત વીજળી, પાણી અને શિક્ષણનું વચન આપ્યું હતું. અનેક રેલીઓ અને રોડ શો કરવા છતાં પરિણામ શું આવ્યું તે આપણી સામે છે.  

POSTERMALL Aap Logo Aaam Aadmi Party sl187 (Large Poster, 36x24 Inches,  Banner Media, Multicolor) : Amazon.in: Home & Kitchen

આપના ઉમેદવારો ખાતું પણ ખોલાઈ નથી શક્યા!

પંજાબ તેમજ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સત્તા છે. જે જે જગ્યાઓ પર ચૂંટણી હોય છે ત્યાં આપના ઉમેદવારો ઉભા રાખે છે. ગુજરાતમાં પણ આપે ઉમેદવારો વિધાનસભા ચૂંટણી માટે ઉભા રાખ્યા હતા. ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને મત આપી તેમને ધારાસભ્યો બનાવ્યા. પંરતુ દેશના ચાર રાજ્યો માટે જ્યારે આજે પરિણામ આવ્યું ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારો ખાતું પણ ખોલી ન શક્યા તેવા સમાચાર સામે આવ્યા છે. અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માને રેલીઓ ગજવી પરંતુ તે મતમાં ફેરવાયા હોય તેવું નથી લાગી રહ્યું. 200 ઉમેદવારોમાંથી એક પણ ઉમેદવારે ખાતું ખોલાવ્યું નથી તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.