5 રાજ્યોમાં આ તારીખો દરમિયાન યોજાશે વિધાનસભા ચૂંટણી, Election Commissionએ કરી જાહેરાત, જાણો ક્યારે યોજાવાની છે આપણા પાડોશી રાજ્યમાં ચૂંટણી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-09 16:46:48

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પરંતુ લોકસભાની ચૂંટણી પહેલા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ વર્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા તેમજ મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી થવાની છે.  મુખ્ય ચૂંટણી આયોગ રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે પાંચો રાજ્ય વિશે માહિતી આપી હતી કે આ રાજ્યોમાં કેટલા મતદાતાઓ છે, કેટલા મતદાતાઓ પહેલી વખત મતદાન કરવાના છે... કેટલા પોલિંગ બૂથ હશે તે અંગેની જાણકારી પણ રાજીવ કુમાર દ્વારા આપવામાં આવી છે.



Image

આ તારીખો દરમિયાન યોજાવાની છે વિધાનસભા ચૂંટણી 

મિઝોરમમાં 7 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. છત્તીસગઢમાં પહેલા તબક્કાનું મતદાન સાત અને બીજા તબક્કાની ચૂંટણી 17 નવેમ્બરના રોજ યોજાશે. તેલંગાણામાં 30 નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે. 23 નવેમ્બરના રોજ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. 3 ડિસેમ્બરના રોજ મતગણતરી બધા રાજ્યોની એકસાથે હાથ ધરાશે.

મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે લોકો કરશે મતાધિકારનો ઉપયોગ  


રાજસ્થાનમાં 23 નવેમ્બરના રોજ યોજાશે ચૂંટણી 


મિઝોરમમાં 7 નવેમ્બરે યોજાશે ચૂંટણી 


તેલંગાણામાં 30 નવેમ્બરે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે 


છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરના રોજ મતદાન યોજાશે 


3 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે

  

 



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..