લંડનમાં થયું પ્લેન ક્રેશ , સાઉથએન્ડ એરપોર્ટ બંધ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-07-14 20:01:42

ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ  ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું .  ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું. 

Plane crashes in 'big fireball', forcing closure of London Southend Airport  - ABC News

ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાની અકસ્માત સર્જાયો છે. લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે , એક નાનું એરક્રાફ્ટ ઉડાન ભર્યા પછી ક્રેશ થયું હતું. એરપોર્ટ પર વિમાન ક્રેશ થયા પછી આગના ગોળામાં ફેરવાઇ ગયું હતું. ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ જવા માટે ઉડાન ભરવાનું હતું. આ વિમાનનો અંદાજિત ઉડાનનો સમય BST પ્રમાણે 3:45 વાગ્યે હતો. ક્રેશ થયેલ બીચ બી200 સુપરકિંગ એર એક ટ્વીન-એન્જિન ટર્બોપ્રોપ વિમાન છે. તે લગભગ 12 મુસાફરોને લઈ જવા સક્ષમ છે. જોકે, અકસ્માત સમયે વિમાનમાં કેટલા લોકો સવાર હતા તેની હજુ સુધી પુષ્ટી થઈ નથી., ઘણા પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે તેઓએ રવિવારે (13 જુલાઈ, 2024) સાંજે 4 વાગ્યે સાઉથએન્ડ એરપોર્ટ પર એક વિશાળ આગનો ગોળો જોયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ વિમાનમાં અચાનક આગ લાગી ગઈ. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફોટામાં વિમાનમાંથી ધુમાડા અને જ્વાળાઓ નીકળી રહી છે. અકસ્માત સમયે એરપોર્ટ પર હાજર લોકોએ જણાવ્યું હતું કે ટેકઓફ કર્યાની થોડી મિનિટો પછી વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે તે રનવે નજીક જોરદાર ધડાકા સાથે ક્રેશ થયું હતું. અકસ્માતની જાણ થતાં જ એસેક્સ પોલીસ , ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. વિમાનમાં કેટલા લોકો સવાર હતા તે આંકડો હજુ સુધી સ્પષ્ટ સામે આવ્યો નથી, પરંતુ સ્થાનિક વહીવટીતંત્ર અને ઉડ્ડયન સત્તાવાળાઓ દ્વારા મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરવામાં આવી રહી છે. એસેક્સ પોલીસે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમે સાઉથેન્ડ એરપોર્ટ પર વિમાન દુર્ઘટનાના અહેવાલોનો જવાબ આપી રહ્યા છીએ. અમારી ઈમરજન્સી સેવાઓ સ્થળ પર છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં અકસ્માતનું કારણ જાણી શકાયું નથી, પરંતુ પ્રારંભિક અંદાજ મુજબ તે તકનીકી ખામી અથવા એન્જિન નિષ્ફળતા હોઈ શકે છે. એરપોર્ટ અધિકારીઓએ હાલમાં રનવે બંધ કરી દીધો છે અને બધી ફ્લાઇટ્સ સ્થગિત કરી દેવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. મુસાફરોને કોઈપણ બિનજરૂરી મુસાફરી ટાળવા અને એરપોર્ટ વેબસાઈટ પર આપવામાં આવી રહેલા અપડેટ્સ પર નજર રાખવા અપીલ કરવામાં આવી છે. 

Southend airport plane crashes:Beechcraft B200 Super King Air, not Boeing  Dreamline was involved London UK plane crash How costly is it? - The Week

વાત કરીએ ૧૨ જૂનના અમદાવાદમાં થયેલા એ પ્લેન ક્રેશની તો , જયારે એર ઇન્ડિયાનું વિમાન AI 171 , મેઘાણીનગરમાં ક્રેશ થયું. એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં અનેક લોકોનાં મોત થયા છે. વિમાનમાં સવાર 230 મુસાફરોમાં 217 પુખ્ત વયના, 11 બાળકો અને બે શિશુઓનો સમાવેશ થાય છે. આમાં 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ, સાત પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 241 લોકોની સાથે વિમાનના 12 ક્રૂ સભ્યોનું પણ મોત થયું છે . ફક્ત એક જ વ્યક્તિ બચી ગયા છે . મેડિકલ હોસ્ટેલ અને નજીકના વિસ્તારોમાં હાજર અન્ય લોકોનું પણ મોત થયું છે .




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.