ફેબ્રુઆરીની શરૂઆતમાં અમદાવાદનું તાપમાન પહોંચ્યું 30 ડિગ્રીને પાર! જાણો આગામી દિવસમાં વધશે ગરમી, આવશે વરસાદ કે થશે ઠંડીનો અહેસાસ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-05 16:56:18

હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે પરંતુ બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનનો પારો ઘટવાની જગ્યાએ વધી રહ્યો છે જેને કારણે શિયાળામાં પણ આકરો તાપ સહન કરવા લોકો મજબૂર બન્યા છે. અનેક ઘરોમાં પંખાઓ ચાલવાના શરૂ થઈ ગયા છે. જો રવિવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ પહોંચી ગયું છે. જ્યારે નલિયાનું તાપમાન 29 ડિગ્રીથી ઉપર નોંધાયું છે. એવી આગાહી પણ કરવામાં આવી છે કે આવનાર દિવસોમાં ઠંડીનું પ્રમાણ પણ વધી શકે છે અને કમોસમી વરસાદ પણ આવી શકે છે.


આ જગ્યાઓ પર આવી શકે છે કમોસમી વરસાદ!

હમણાં ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે. ફ્રેબ્રુઆરી મહિનામાં સામાન્ય રીતે ઠંડીનો અહેસાસ થતો હોય છે. તાપમાનમાં બહુ મોટો ફેરફાર નથી આવતો જેને લઈ ગરમીનો અહેસાસ થાય. પરંતુ આ વખતે ફેબ્રુઆરી મહિનાના શરૂઆતમાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનનો પારો એટલો બધો વધ્યો છે જેને લઈ ઘરમાં લોકોએ પંખા શરૂ કરી દીધા છે. આવનાર સમયમાં વાતાવરણ કેવું રહેશે તેની આગાહી કરવામાં આવી છે જે મુજબ આગામી દિવસોમાં અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન નિષ્ણાતની આગાહી મુજબ બનાસકાંઠા, પાટણ સહિતના વિસ્તારોમાં વરસાદનું ઝાપટું આવી શકે છે. 


ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

જો મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 33.6 ડિગ્રી, ગાંધીનગરમાં 33 ડિગ્રી, વડોદરામાં 34.8 ડિગ્રી, સુરતમાં 35.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દ્વારકામાં 27.6, રાજકોટમાં 35 જ્યારે વેરાવળમાં 32.2, સુરેન્દ્રનગરમાં 33.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મહત્વનું છે કે આજે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. વાદળછાયું વાતાવરણ અનેક ભાગોમાં રહી શકે છે. ઉપરાંત 5મી તારીખે તેમજ છઠ્ઠી તારીખે કચ્છના અનેક વિસ્તારોમાં છુટોછવયો વરસાદ વરસવાની શક્યતા છે. 



ફરીથી વધી શકે છે ઠંડીનું જોર!

માવઠાને કારણે જગતના તાતની ચિંતા વધી છે. ફ્રુબ્રુઆરી મહિનામાં અનેક જગ્યાઓ પર માવઠું વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું કે સાત ફેબ્રુઆરીથી ફરી ઠંડીનું જોર વધશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીએ પહોંચી જશે. રાતે તેમજ વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે.મહત્વનું છે કે જો કમોસમી વરસાદ આવે છે તો ગુજરાતમાં બેવડી ઋતુ નહીં પરંતુ ત્રણેય ઋતુનો અહેસાસ થશે!



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..