વડોદરામાં પરીક્ષા સેન્ટર પર આટલી મિનિટ મોડી પહોંચતા વિદ્યાર્થિનીને ન આપવા મળી પરીક્ષા! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-03-21 15:00:23

રાજ્યમાં હાલ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. આ બોર્ડની પરીક્ષા કડક નિયમો હેઠળ લેવામાં આવતી હોય છે. ત્યારે ઘણી વખત કડક નિયમોને કારણે પરીક્ષાર્થીઓને નુકસાન ભોગવવું પડતું હોય છે. કડક નિયમોનું દ્રષ્ટાંત પૂરું પાડતો એક કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે. ગઈકાલે ધોરણ 10નું સાયન્સનું પેપર હતું, જેમાં વડોદરાની એક વિદ્યાર્થીની પરીક્ષા સેન્ટર પર 35 મિનિટ મોડી પહોંચી હતી, જેને લીધે પરીક્ષા ખંડમાં  તેને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. પ્રવેશ ન મળતા વાલીઓએ શાળા બહાર હોબાળો કર્યો હતો. પરંતુ છોકરીને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.


વિદ્યાર્થિની તેમજ તેના વાલીઓ ભૂલી ગયા કે આજે પરીક્ષા છે!

બોર્ડ પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓમાં તેમજ વાલીઓમાં અનેરો ઉત્સાહ તેમજ પરીક્ષાને લઈ ચિંતા જોવા મળતી હોય છે. બોર્ડ સેન્ટર પર વિદ્યાર્થીઓ પરીક્ષા શરૂ થાય તે પહેલા એક્ઝામ સેન્ટર પર પહોંચી જતા હોય છે. ત્યારે વડોદરાથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં લેટ પડવાને કારણે વિદ્યાર્થીનીને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. આ ઘટના છે વડોદરાની સાધુ વાસવાણી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પ્રિયાંશીની. ગઈકાલે સાયન્સનું પેપર હતું જેમાં એક્ઝામ સેન્ટર એટલે કે બ્રાઈટ સ્કુલ ખાતે મોડી પહોંચી હતી. શાળાએ પહોંચવામાં તેને 35 મિનિટ જેટલું મોડું થઈ ગયું હતું. બોર્ડના નિયમોને ધ્યાનમાં રાખી તેને પરીક્ષા માટે પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.

બ્રાઇટ સ્કૂલમાં પરીક્ષા આપવાની હતી.

એક્ઝામ સેન્ટર બહાર વાલીઓ કર્યો હોબાળો!

પ્રવેશ ન મળતા વિદ્યાર્થીનીના વાલીએ શાળા બહાર હોબાળો કર્યો હતો. વિદ્યાર્થીનીના વાલીઓનું કહેવું હતું કે રસ્તામાં તેમનું વાહન બગડી જતા સેન્ટરે આવવામાં તેમને મોડું થયું ઉપરાંત તેમને ખબર પણ ન હતી કે આજે સાયન્સનું પેપર છે. અને જ્યારે તેમને પરીક્ષા અંગે ખબર પડી તો તેઓ શાળાએ દોડી આવ્યા હતા. રસ્તામાં વાહન બગડવાને કારણે વિદ્યાર્થીની પરીક્ષા સેન્ટર પર 10.35એ પહોંચી હતી. વિદ્યાર્થીનીનું ભવિષ્ય ન બગડે તે માટે પરીક્ષામાં બેસવાદે તેવી વિનંતી વાલી દ્વારા કરવામાં આવી હતી.

 

એન્ટ્રીનો સમય વીતી જતા વિદ્યાર્થીનીને ન અપાયો પ્રવેશ  

આ મામલો ઉગ્ર બન્યો જેને લઈ બ્રાઈટ સ્કુલના સ્થળ સંચાલક નિતા સંઘવી બહાર દોડી આવ્યા હતા. આ અંગે તેમણે કહ્યું કે પ્રવેશખંડમાં 10.30 કલાક બાદ પ્રવેશ આપવામાં આવતો નથી. અને પ્રિયાંશી 5 મિનિટ મોડી પડી હતી. લેટ થવાને કારણે પ્રિયાંશી પેપર આપી શક્શે નહી. આ સાંભળતા વિદ્યાર્થીનીએ વિનંતી કરતા કહ્યું કે 5 મિનિટ માટે મારૂ ભવિષ્ય ન બગાડો. મને પરીક્ષા આપવા દો. જેને લઈ સ્થળ સંચાલકે ડી.ઓ. ઓફિસમાં ફોન કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું કે બોર્ડના જે નિયમ છે તેને અનુસરવામાં આવે અને તે મુજબના પગલાં લેવામાં આવે. 10.30 બાદ કોઈને પણ શાળામાં પ્રવેશ આપવામાં નથી આવતો. અને નિયમો મુજબ વિદ્યાર્થીનીને એક્ઝામ હોલમાં પ્રવેશ આપવામાં ન આવ્યો હતો. જો કે સ્થળ સંચાલકે કહ્યું કે જો વિદ્યાર્થીનીના માર્ક્સ સારા હશે તો તે જુલાઈમાં સાયન્સનું પેપર આપીને પોતાનું વર્ષ બચાવી શકશે. ત્યારે જોવાનું એ રહ્યું કે શું પ્રિયાંશી પોતાનું વર્ષ બચાવી શકશે કે નહી.


અનેક વખત તંત્રની ભૂલને કારણે વિદ્યાર્થીઓને આવે છે ભોગવવાનો વારો!

પરંતુ ઘણી વખત એવા અનેક બનાવ બનતા હોય છે જેમાં તંત્રની બેદરકારીને કારણે વિદ્યાર્થીઓને ભોગવવાનો વારો આવતો હોય છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા રાજકોટની સ્કૂલમાં બાળકોને યોગ્ય સમયે પૂરવણી ન મળવાનો કિસ્સો સામે આવ્યો હતો. આ મુ્દ્દાને લઈ વાલીઓ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો. અનેક વિદ્યાર્થીઓને 15થી 20 મિનિટ બાદ પુરવણી આપવામાં આવી હતી જેને કારણે તેમનું પેપર પણ છુટ્યું હોવાની વાત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ જ્યારે તંત્રને કારણે વિદ્યાર્થીઓને ભોગવવું પડે છે તે અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે ખરી?            




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે