પોરબંદરમાં ATSએ કરી મોટી કાર્યવાહી! ISIS સાથે સંકળાયેલા લોકોની કરાઈ ધરપકડ ! જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-06-10 13:41:28

ગુજરાત એટીએસ દ્વારા અનેક જગ્યાઓ પર સર્ચ ઓપરેશન કરવામાં આવતું હોય છે. ત્યારે ગુજરાત એટીએસએ પોરબંદરમાં સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એટીએસને મોટી સફળતા મળી છે. પોરબંદરથી એટીએસે ચાર લોકોની અટકાયત કરી લીધી છે. જે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે તે ચારેય આતંકી સંગઠન ISISના સભ્યો છે. ઓપરેશન માટે થઈ ગઈકાલથી પોરબંદર પહોંચી ગયા હતા અને ગઈકાલે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને આ ઘટસ્ફોટ કર્યો હતો. મસમોટા કાફલા સાથે DIG દિપેન ભદ્રન સહિતના અધિકારીઓએ આ સફળ ઓપરેશન કર્યું હતું.

અનેક લોકોની કરવામાં આવી ધરપકડ!

દેશમાં આતંકી હુમલો ન થાય તેમજ દારૂ, ડ્રગ્સ અને હથિયારો સહિતના ગુનામાં કડક કાર્યવાહી કરવા એટીએસ દ્વારા અનેક જગ્યાઓ પર સર્ચ ઓપરેશન કરવામાં આવતું હોય છે. ત્યારે આવું સર્ચ ઓપરેશન ગુજરાતમાં હાથ ધરવામાં આવ્યું હતું જેમાં એટીએસને મોટી સફળતા મળી છે. આતંકવાદી સંગઠન ISIS સાથે સંકળાયેલા ચાર લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે એક વ્યક્તિ ફરાર છે અને તેને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. 


વિદેશી નાગરિકને પકડવા હાથ ધરાયું ઓપરેશન!

આ અંગેની કાર્યવાહી કરવા માટે IG દિપેન ભદ્રન સહિતનો કાફલો પોરબંદર પહોંચ્યો હતો. ગુપ્ત બાતમીના આધારે પોરબંદર પહોંચીને ગુજરાત ATSએ આ કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. આ અંગે મળતી માહિતી અનુસાર જે વ્યક્તિને પકડવા માટે દરોડા પાડવામાં આવ્યા તે એક વિદેશી નાગરિક છે. જ્યારે જે મહિલાની ધરપકડ કરવામાં આવી છે તે સુરતની છે અને તેનું નામ સુમેરા છે. ISIS મોડ્યુલનો પર્દાફાસ થતા તેનું નેટવર્ક અન્ય રાજ્યોમાં પણ ફેલાયેલું હોવાની બાતમી મળી છે. આ ચારેય લોકો ISISના સક્રિય ગ્રુપના સભ્યો હતા. મહત્વનું છે કે તપાસ દરમિયાન ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે