અમદાવાદમાં જાહેર મંચ પર વર્તમાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પર હુમલો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 08:23:44

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ સરકારી આવાસના મકાનોમાં ઘણ સમયથી ચાલી રહેલી ગેર કાયદેસર પ્રવૃત્તિ સામે  સ્થાનિક લોકો ખૂબ હેરાન પરેશાન હતા. તેઓ દ્વારા ધારાસભ્યશ્રી જીગ્નેશભાઈ મેવાણીને રજુઆત કરવામાં આવી હતી. જેને લઇ જીગ્નેશભાઈ દ્વારા વિસ્તારના નર્મદા એપાર્ટમેન્ટમાં રહેતા 1000થી વધારે પરિવારોની મુલાકાત લેવામાં આવી હતી.


વર્તમાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પર હુમલોનો વિડિયો 

  

કાયદા વિરુદ્ધ ખોટા મકાનો ભાડે ચડાવામાં આવ્યા હતા જે આવાસ યોજના ના નિયમ વિરુદ્ધ છે. દારૂનો વ્યાપાર ખુલ્લેઆમ ચાલી રહ્યા હતો. ખોટા દસ્તાવેજો ઉભા કરી ચૂંટણીઓ યોજાઈ રહી હતી. મહિલાઓને ખુલ્લેઆમ ગાળો આપવામાં આવતી હતી. આ તમામ બાબતોને લઈ રામોલ પોલીસ, અમદાવાદ મુનીસિપલ કોર્પોરેશન અને ડીસીપી કક્ષાએ અનેક વાર લેખીત રજુઆત કરવામાં આવી હતી. પરંતુ તેઓની આજ દિન સુધી કોઈ જ સુનવણી થઈ નથી.

 

આ પીડિતોની મુલાકાત લેવા જ્યારે જીગ્નેશ મેવાણી જાઈ છે ત્યારે જાહેર મંચ પર લાભુ દેસાઈ દ્વારા આક્રમક રૂપે હુમલો કરવામાં આવે છે. આરોપી ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો ફોલ્ડર લાભૂ દેસાઈ છે.  

Assam court grants bail to Jignesh Mevani in assault case, pulls up police  for filing false

ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ફાઇલ તસ્વીર 


તમામ ફરયાદો બાવજુદ આજદિન સુધી આરોપી સામે કોઈ જ કાર્યવાહી થઈ નથી. આ તમામનો હિસાબ
આજે અમદાવાદના C.P ઓફીસએ સવારે ૧૦ વાગે લેવામાં આવશે : ધારાસભ્ય જીગ્નેશ મેવાણી



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે