Rajkot એરપોર્ટ ઘટનાને લઈ વિપક્ષના સરકાર પર પ્રહાર! કોંગ્રેસે લખ્યું કે રાજકોટમાં વિકાસનું ચિત્ર સામે આવ્યું તો AAPએ લખ્યું કે કોઈ એવી જગ્યા છે કે જ્યાં ભાજપે....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-29 17:44:21

ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી એવી અનેક ઘટનાઓ બની છે જેને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અનેક મુદ્દાઓ એવા છે જેને લઈ વિપક્ષ સરકાર પર નિશાન સાધી રહ્યું છે. રાજકોટ અગ્નિકાંડને લઈ કોંગ્રેસ મેદાને આવી છે ત્યારે હવે રાજકોટના હિરાસર એરપોર્ટ પર જે ઘટની બની તેને લઈ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે. 

એરપોર્ટ પર બનાવામાં આવેલી કેનોપી ધરાશાઈ થઈ 

રાજકોટ એરપોર્ટ પર બનાવામાં આવી કેનોપી ભારે પવન તેમજ વરસાદને કારણે તૂટી પડી. જે એરપોર્ટ પર આ ઘટના બની છે તેનું ઉદ્ધાટન એક વર્ષ પહેલા જ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા આ મામલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે જેમાં લખવામાં આવ્યું છે હવે રાજકોટમાં વિકાસનું ચિત્ર સામે આવ્યું છે. આ એરપોર્ટનું ઉદ્ધાટન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું - માત્ર 1 વર્ષ પહેલા..

શક્તિસિંહ ગોહિલ તેમજ જીગ્નેશ મેવાણીએ કહ્યું કે.. 

ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલે ભાજપની સરકાર પર પ્રહાર કર્યા છે. તે ઉપરાંત ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે ભાજપના ભ્રષ્ટ નેતા અને તેમના ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતના કારણે રાજકોટ એરપોર્ટનો એક ભાગ તૂટી પડ્યો. જો આ ઘટનામાં કોઈનું મોત થઈ જતું તો જવાબદારી કોણ લેતું?     


આમ આદમી પાર્ટીએ આ દુર્ઘટનાને લઈ કરી આ પોસ્ટ

ના માત્ર કોંગ્રેસ દ્વારા પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે. આપે સોશિયલ મીડિયા પર લખ્યું તે ગુજરાતમાં ભાજપ સરકારના ભ્રષ્ટાચારને ઉજાગર કરતી વધુ એક તસવીર, રાજકોટ એરપોર્ટના બહાર યાત્રી Pick up and Drop ક્ષેત્રના શેડ ધરાશાયી થયો. હવે તો સવાલએ છે કે કોઈ એવી જગ્યા છે કે જ્યાં ભાજપે ભ્રષ્ટાચાર ના કર્યો હોય? સામાન્ય જનતા ક્યાં સુધી મોદી અને ભાજપના ભ્રષ્ટાચારનો ભોગ બનશે? લોકોને અનેક વખત કહેતા સાંભળ્યા હશે કે બાળકો રમકડાથી રમે છે અને મોટાઓ બીજાની લાગણથી રમે છે. સંબંધો અને લાગણીની વાત કરતી રચનાને સાહિત્યના સમીપમાં પ્રસ્તુત કરવી છે.

ગઈકાલે ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો. એટલે જ સુરતનાં ઇન્દોર સ્ટેડિયમમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી રાખી હતી જેમાં તેમણે પોતાનાં ભાષણ દરમિયાન ડ્રગ્સ મુદ્દે મોટું નિવેદન આપ્યું સાથે જ તેમણે કોંગ્રેસને આડે હાથ લીધી અને અંતે કહી દીધું કે સુરતમાં કોઈ ભાઈ નહીં!

લોકસભામાં બજેટ સત્રનો આજથી આરંભ થઈ ચુક્યો છે . ત્યારે આ બજેટ સત્રના પહેલા દિવસની શરૂઆત ખુબ આક્રમકતા સાથે થઇ છે. આ વખતનું સત્ર ખૂબ હંગામેદાર રહેશે તેના એંધાણ દેખાઈ રહ્યા હતા.

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. પરંતુ અનેક જગ્યાઓ, અનેક વિસ્તારો એવા છે જ્યાં વરસાદની પ્રતિક્ષા લોકો કરી રહ્યા છે. જ્યાં છે ત્યાં બહુ બધો વરસાદ છે અને જ્યાં નથી ત્યાં આવતો જ નથી... હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની માહિતી આપી છે.