મહેસાણાના ખેરવા નજીક આવેલ ગણપત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે રસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં માત્ર વિદ્યાર્થીઓને જ કોલેજમાં ગરબા રમવા માટે પ્રવેશ આપવામાં આવતો હતો.જ્યાં ખેરવા ગામના કેટલાક ઈસમો કોલેજમાં ગરબા જોવા નું કહેતા સિક્યુરિટી એ ના પાડી તેઓને પરત મોકલી દીધા હતા.બાદમાં આ ઈસમોએ ગરબા જોવા ન દેવા મામલે રાત્રે પોગ્રામ પૂર્ણ થયા બાદ સિક્યુરિટી ઇન્ચાર્જ ની ગાડીના કાચ ફોડી નુકસાન કર્યું હતું

ફરિયાદી અને તેના મિત્રો ગાડીમાં બેસી નીકળ્યા એ દરમિયાન આ ઈસમોએ પોતાની પાસે રહેલા પથ્થરો લઈ ગાડી પર મારતા ગાડીના કાચ ફોડી નાખ્યા હતા.પથ્થર મારવાને કારણે ગાડીમાં બે દરવાજા અને પાછળના કાચ ને નુકસાન થવા પામ્યું હતું.સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસમાં ગાડી પર પથ્થર મારો કરનાર યુવકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે






.jpg)








