Gujaratમાં શાંતિ ભંગ કરવાનો કરાયો પ્રયાસ, Narmadaના સેલંબામાં બજરંગદળની શૌર્ય જાગરણ યાત્રા પર કરાયો પથ્થરમારો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-29 16:57:20

ગઈકાલે દેશમાં તેમજ રાજ્યમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું. રંગેચંગે ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ ગઈકાલે જ્યારે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું તે દરમિયાન અનેક જગ્યાઓથી મારામારીના તેમજ પથ્થરમારીના દ્રશ્યો સામે આવ્યા હતા. અસમાજીક તત્વો દ્વારા ધાર્મિક યાત્રા પર હુમલો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પથ્થરમારાની ત્રણ ઘટનાઓ સામે આવી છે. તે સિવાય પણ દાહોદથી એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં ડાયરામાં બબાલ થઈ હતી. તે દરમિયાન એક ગાડી ગણેશપંડાલમાં આવી પહોંચી હતી અને તોડફોડ કરી હતી.  

Stone pelting on Bajrang Dal Sharya Jagran Yatra | સેલંબા ખાતે વિધર્મી  લોકોએ પથ્થરમારો કરી આગચંપી; જિલ્લાનો તમામ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે ખડકાયો -  Divya Bhaskar

સેલંબામાં નિકળેલી શૌર્ય જાગરણ યાત્રા પર કરાયો પથ્થરમારો 

નર્મદા જિલ્લાના સેલંબામાં શૌર્ય જાગરણ યાત્રા નીકળી હતી. આ યાત્રા દરમિયાન અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ગુજરાત મહારાષ્ટ્રની સીમા પર આવેલા નર્મદા જિલ્લાના સેલાંબા ગામમાં શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. બજરંગ દળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રા નિકાળવામાં આવી હતી. જે પથ પરથી યાત્રા નિકળે છે ત્યાં મુસ્લીમ વસ્તી પણ રહે છે. ત્યારે મળતી માહિતી અનુસાર હિંદુ તેમજ મુસ્લિમ સમાજના લોકો આમને સામને આવી ગયા હતા અને બંને જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં અનકે લોકો ઈજાગ્રસ્ત થયા હોય તેવી માહિતી સામે આવી છે. આ હુમલાની જાણકારી મળતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો. પરિસ્થિતિ પર કાબુ મેળવવા પોલીસે ટીયર ગેસ પણ છોડ્યા હતા.    


મુસ્લિમ યુવકોએ યાત્રા પર કર્યો પથ્થરમારો 

ગઈકાલે ગણપતિ વિસર્જન દરમિયાન વડોદરાના મંજુસરમાં પથ્થરમારો થયા હોવાની ઘટના બની હતી. ગુજરાતને આમ તો શાંતિપ્રિય રાજ્ય માનવામાં આવે છે. પરંતુ અનેક કિસ્સાઓ આ વાતને ખોટી સાબિત કરતા હોય છે. જ્યારે ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવે છે, રસ્તા પરથી જ્યારે ધાર્મિક યાત્રા નિકળતી હોય છે તે વખતે તેની પર અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવતો હોય છે. જેને કારણે શાંતિ અશાંતિમાં પ્રવર્તિ ઉઠતી હોય છે. નર્મદા જિલ્લાના સેલંબામાં બજરંગદળની શૌર્ય જાગરણ યાત્રા નિકળી હતી. તે દરમિયાન હિંદુઓ તેમજ મુસ્લી જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. પોલીસે કાયદા વ્યવસ્થાને ફરી એક વખત સ્થાપિત કરી દીધી છે. 

Stone pelting on Bajrang Dal Sharya Jagran Yatra | સેલંબા ખાતે વિધર્મી  લોકોએ પથ્થરમારો કરી આગચંપી; જિલ્લાનો તમામ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે ખડકાયો -  Divya Bhaskar

પરિસ્થિતિ પર કાબુ મેળવવા પોલીસને કરાઈ તૈનાત 

સેલંબામાં વિધર્મીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ જે અશાંતિ ફેલાઈ હતી તે દરમિયાન આગચંપીના બનાવ પણ બન્યા હતા. જે યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો છે તે આખા નર્મદા જિલ્લામાં ફરવાની હતી.  કુઇદા ગામથી સેલંબા સુધી આ શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અશાંતિને શાંત કરવા માટે પોલીસ કાફલાને ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યો છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.