ઓસ્ટ્રેલિયાના PM એલ્બાનિઝ ગાંધી આશ્રમની મુલાકાતે, કાલે પ્રધાનમંત્રી મોદી સાથે ટેસ્ટ મેચ નિહાળશે


  • Published By :
  • Published Date : 2023-03-08 20:35:55

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અમદાવાદના મહેમાન બન્યા છે. તેઓ આવતી કાલે યોજાનારી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝની અંતિમ મેચમાં PM મોદી સાથે સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેશે.આ ટેસ્ટ મેચ કાલે 9 માર્ચના રોજ અમદાવાદના મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવવાની છે. ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનીઝ આજે સાંજે 4 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું CM ભૂપેન્દ્ર પટેલ, રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલ અને મેયર કિરીટ પરમારે અમદાવાદ એરપોર્ટ પર પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું.


ગાંધી આશ્રમની મુલાકાત લીધી


ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બાનીઝ એરપોર્ટ પરથી સીધા જ ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આશ્રમની મુલાકાત લીધી હતી અને ગાધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.આ ઉપરાંત તેમણે વિઝિટર બુકમાં સંદેશ પણ લખ્યો હતો. વિઝિટર બૂકમાં લખ્યું કે, તેમના જીવનમાંથી ઘણું બધું શીખવાનું છે.


ઓસ્ટ્રેલિયાના PMને આ ભેટ અપાઈ 


ઓસ્ટ્રેલિયાના PMને 1982માં ઓસ્ટ્રેલિયાના સંસોધક થોમસ વેબર દ્વારા લખાયેલું  સોલ્ટ માર્ચ તથા ગાંધીજી ઇન અમદાવાદ પુસ્તક ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. તે ઉપરાંત ચરખાનું મોડલ પણ ભેટમાં આપવામાં આવ્યું છે.


રાજભવન ખાતે ધૂળેટીની મજા માણી


ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનીઝે ગુજરાતની મુલાકાતે આવી પહોચ્યા છે. ભારતીય પંરપાર મુજબ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. ગાંધીનગરમાં રાજભવન ખાતે ધુળેટીની ઉજવણી માટે ભવ્ય આયોજન કરાયું હતું. ગાંધીનગરમાં ઓસ્ટ્રેલિયાના PMએ રંગોત્સવ મનાવ્યો હતો. ઓસ્ટ્રેલીયાના PMએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે હોળીના રંગથી રંગાઈ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે રાજ્યપાલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.





ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે