Ayodhya - એક એવી બેઠક જ્યાં ભાજપને મળેલી હારની ખૂબ ચર્ચાઓ થઈ..., જ્યાં સૌથી વધારે વિકાસ થયો ત્યાં BJPની હાર શું બતાવે છે?


  • Published By :
  • Published Date : 2024-06-06 12:18:10

મંગળવારે લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા.. જીતની ચર્ચાઓ કરતા એક બેઠક પર ભારતીય જનતા પાર્ટીને મળેલી હારની ચર્ચાઓ વધારે થઈ રહી છે.. એક એવી લોકસભા બેઠક જેના આધારે ભાજપ દ્વારા દેશભરમાં પ્રચાર કરવામાં આવ્યો.. એક એવી લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો... અમે વાત કરી રહ્યા છીએ અયોધ્યા બેઠક પર ભાજપના ઉમેદવારને મળેલી હારની.. ભારતીય જનતા પાર્ટી દ્વારા સૂત્ર આપવામાં આવ્યું કે જો રામ કો લાયે હેં, હમ ઉનકો લાયેંગે...

આ વખતે પણ સાંસદને આપી ટિકીટ

અયોધ્યા બેઠક જે લોકોસભા બેઠક અંતર્ગત આવે છે તે ફેઝાબાદ લોકસભા બેઠક છે.. આ બેઠકની આસપાસની અનેક બેઠકો પર ભારતીય જનતા પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે.. આ એવા હિસ્સાઓ છે જ્યાં મોટા ભાગે હિન્દુઓ રહે છે... ફેઝાબાદ વિધાનસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ લલૂસિંહને ટિકીટ આપી.. 2014માં ત્યાંની જનતાએ ભાજપના ઉમેદવારને જીતાડી તેમને સાંસદ બનાવ્યા..  2019માં પણ ભાજપે તેમને જ ઉમેદવાર બનાવ્યા. બીજી વખત પણ મતદાતાઓએ તેમના પર વિશ્વાસ રાખી તેમને સાંસદ બનાવ્યા.. બે વખત તેમની જીત થઈ એટલે આ વખતે તેમની હેટ્રિક થશે કદાચ તેમ માનીને આ વખતે પણ ભાજપે તેમને ઉમેદવાર બનાવ્યા.. પરંતુ આ વખતે ત્યાંના મતદાતાએ તેમને સાંસદ તરીકે પસંદ ના કર્યા.. 



આટલા વર્ષો બાદ મતદાતાઓને સવાલ થાય કે... 

આ સમયગાળામાં અયોધ્યામાં ઘણો વિકાસ થયો, અયોધ્યાની કાયાપલટ થઈ ગઈ.. ભવ્ય રામ મંદિર બન્યું, એરપોર્ટ બન્યું.. આ બધું તો થયું પરંતુ આટલા લાંબા સમયગાળા દરમિયાન ત્યાંના મતદાતાઓને એક વખત તો વિચાર આવે કે અમારા સાંસદે અમારા માટે શું કર્યું? કારણ કે એરપોર્ટ તેમજ મંદિરના કોન્ટ્રાક્ટ વગેરેનું કામ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યું.. તે સિવાયના થયેલા કામો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા.. અનેક મોટા મોટા કાર્યો થયા પરંતુ આમાં સ્થાનિક મુદ્દાઓ ભૂલાઈ ગયા.. 



દેશમાં જ્યારે કોઈ પણ પક્ષની સરકાર બને છે ત્યારે..  

એવા મુદ્દાઓ જે માટે સાંસદે કામ કરવાના હોય.. એવી નાની સમસ્યાઓ, મુદ્દાઓ જેને લઈ પીએમ અથવા તો સીએમ પાસે સહાય માટે ના જવાય.. એવા મુદ્દાઓ જેના માટે પીએમ અથવા સીએમને જવાબદાર ના માની શકાય તેવા મુદ્દાઓ વિશે ક્યારે બોલશો.. મહત્વનું છે કે અનેક લોકો એવું માનતા હોય છે કે મુસ્લિમોએ તેમને વોટ નથી આપ્યા તો તે વાત કદાચ ખોટી છે.. મતદાતા જ્યારે વોટ કરે છે, સરકાર બને છે ત્યારે તે સરકાર કોઈ સમાજ માટેની નથી હોતી.. તે સરકાર દેશના લોકોની હોય છે.. તે આખા દેશના પ્રધાનમંત્રી બને છે, નિર્ણયો બધાને ધ્યાનમાં રાખી લેવામાં આવતા હોય છે..



કદાચ ઉમેદવાર ભૂલી ગયા હશે કે... 

અયોધ્યામાં ભાજપના ઉમેદવારની હાર પાછળ શું બીજા ઉમેદવાર જવાબદાર છે? તો જવાબ હશે ના.. એવું કહીએ કે ભાજપના ઉમેદવાર જ આ હારના જવાબદાર છે તો પણ અતિશયોક્તિ નથી કારણ કે અનેક વખત ના પાડવા છતાંય પોતાના મતવિસ્તારમાં નિવેદન આપતા રહ્યા કે 400 પાર આવીશુંને સંવિધાન બદલી દઈશું! બંધારણને બદલવાની વાત જ્યારે કરવામાં આવે છે ત્યારે તેની અસર મતદાતાઓ પર પડતી હોય છે અને તેમાં પણ જ્યારે રિઝર્વેશનની આજુબાજુ ટિપ્પણી કરતા રહ્યા.. 



સપાના ઉમેદવારને લોકોએ આપ્યો મત

ઉમેદવાર ભૂલી ગયા હતા કે જ્યાં તે આવું નિવેદન આપે છે ત્યાં દલિત સમાજના અનેક લોકો વસે છે.. એટલે જ કદાચ ત્યાંના મતદાતાઓએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને પસંદ ના કર્યા અને સમાજવાદી પાર્ટીના ઉમેદવારને પસંદ કર્યા... આ ઉમેદવારો માટે પણ અનેક સૂત્રો લગાવવામાં આવ્યા.. અયોધ્યાનું પરિણામ સૂચવે છે કે સપાના ઉમેદવાર માટે લગાવવામાં આવેલા નારા મતદાતાઓએ સાચા સાબિત કર્યા.. 



જો ઉમેદવારને ના ખબર પડતી હોય કે કયા મુદ્દાઓ ઉઠાવવા જોઈએ તો.... 

આ બેઠક પર મળેલી હાર બાદ ભાજપે વિચારવું પડશે કે કોને ટિકીટ આપવી જોઈએ.. એવા ઉમેદવારને ટિકીટ ના આપવી જોઈએ જેમને ખબર પણ ના હોય કે પોતાના મતવિસ્તારમાં કેવા મુદ્દાઓ ઉઠાવવા જોઈએ.. ઉમેદવાર સામે મતદાતાનો વિરોધ છેલ્લે ભોગવવો તો ભારતીય જનતા પાર્ટીએ જ પડે છે... જો સાંસદ પાંચ વર્ષનો હિસાબ ના આપી શકતા હોય તો પ્રશ્ન ઉભા થવાના છે...ત્યારે હિસાબથી કયા કારણોસર અયોધ્યામાં ભાજપના ઉમેદવારની હાર થઈ તે અમને કમેન્ટમાં જણાવજો.. 



બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.

સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.

લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.