અયોધ્યા નગરી ઝળહળી ઉઠશે લાખો દિવડાઓથી, યોગીજી કરી રહ્યા છે વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાની તૈયારી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 17:44:45

દિવાળીના તહેવારનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ રહેલું છે. માન્યતા પ્રમાણે ભગવાન રામ વનવાસ સમાપ્ત કરી અયોધ્યા પાછા ફર્યા હતા. તેમનું આગમન થતા અયોધ્યાવાસીઓએ દીપ પ્રગટાવી તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારે અયોધ્યા ખાતે દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. અયોધ્યામાં ફરી એક વર્લ્ડ રેકોર્ડ બનાવા જઈ રહ્યો છે. દિવાળી સમયે 18 લાખ દિવળા પ્રજ્વલિત કરવામાં આવશે. 


18 લાખ દિવાઓથી ઝળહળશે રામનગરી અયોધ્યા 

મળતી માહિતી મુજબ રામનગરી અયોધ્યામાં 15 લાખ દિવળા પ્રગટાવવામાં આવશે જ્યારે અન્ય દિવળાઓ રામનગરીના મુખ્ય સ્થળો પર પ્રગટાવવામાં આવશે. 23 ઓક્ટોબરના રોજ દિપોત્સવ યોજાવાનો છે. પર્યટનના પ્રમુખ સચિવ મુકેશ મશ્રામે માહિતી આપતા કહ્યું કે દીપોત્સવની સાથે નવા ઘાટ પર મંત્રોચ્ચાર સાથે ભવ્ય સરયૂ આરતી, રામચરિતમાનસ પર આધારિત ડિજિટલ ઝાંખી પણ પ્રદર્શિત કરવામાં આવશે.  


યોગી સરકારે શરૂ કરી તૈયારી 

દિવાળીની તૈયારીઓને લઈ યોગી સરકાર અત્યારથી એક્શન મોડમાં આવી ગઈ છે. દિવાળીનો તહેવાર નજીક આવતા યોગી સરકાર તૈયારીઓમાં લાગી ગઈ છે. ગયા વર્ષે પણ અયોધ્યા ખાતે ભવ્ય દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. 9 લાખ દિવડાઓથી રામની નગરી પ્રકાશિત થઈ ઉઠી હતી. મુખ્યમંત્રી પોતે આ કાર્યક્રમ પર વધારે ધ્યાન આપી રહ્યા છે.     




પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.