22 જાન્યુઆરીએ રામ લલ્લા પોતાના મંદિરમાં બિરાજમાન થવાના છે. રામ મંદિરને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. અયોધ્યાને દુલ્હનની જેમ શણગારી દેવાઈ છે. ભકત્તો એ ક્ષણની રાહ જોઈ રહ્યા છે જ્યારે રામ મંદિરમાં ભગવાનની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. જ્યારે મંદિરમાં મૂર્તિને સ્થાપના કરવામાં આવી ત્યારે પીએમ મોદી સહિત પાંચ લોકો ગર્ભગૃહમાં હાજર હશે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પીએમ મોદી આજે અયોધ્યાના પ્રવાસે છે. અયોધ્યા ધામ રેલવે સ્ટેશન, એરપોર્ટનું લોકાર્પણ કરવાના છે.પીએમ મોદી 16 હજાર કરોડના પ્રોજેક્ટની ભેટ અયોધ્યાને આપવાના છે.
22મી જાન્યુઆરીએ મૂર્તિની કરાશે પ્રાણ પ્રતિષ્ઠા
છેલ્લા ઘણા વર્ષોથી રામ ભક્તો જે ક્ષણની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ, તે ઘડી 22 જાન્યુઆરીએ આવી રહી છે. ભગવાન રામની મૂર્તિને ભવ્ય મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. આ ક્ષણ ભક્તો માટે અલોકિક હશે. એવા દ્રશ્યો પણ સામે આવી શકે છે જેમાં ભક્તની આંખોમાંથી આંસુ આવી જશે, ભક્તો ઈમોશનલ બની જશે, એવું લાગશે કે વર્ષો સુધી તેની રાહ જોઈ તે દ્રશ્ય આપણી સામે છે. 22 જાન્યુઆરીને ધ્યાનમાં રાખી તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આખી અયોધ્યા નગરીને શણગારવામાં આવી છે. ભગવાન રામના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થાય તે પહેલા પીએમ મોદી અનેક કરોડોની ભેટ અયોધ્યાવાસીઓને આપવાના છે.
મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામ ઈન્ટરનેશનલ એરપોર્ટનું કરાશે ઉદ્ધાટન
અયોધ્યાના પ્રવાસે આજે પીએમ મોદી ગયા છે. હજારો કરોડોના કામોનું ઉદ્ધાટન પીએમ મોદીના હસ્તે થવાનું છે. રામનગરીમાં આજે પીએમ મોદી રોડ-શો કરવાના છે. તે બાદ અયોધ્યામાં નવનિર્મિત મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. શહેરી શૈલીમાં બની રહેલા આ એરપોર્ટને વિપુલ વાર્શ્નેય અને તેમની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ એરપોર્ટ બનાવવા પાછળ લગભગ 250 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ એરપોર્ટનું આર્કિટેક્ચર શ્રી રામના જીવનથી સંપૂર્ણપણે પ્રેરિત છે.
6 વંદે ભારત ટ્રેનને પીએમ બતાવશે લીલીઝંડી
મુલાકાત દરમિયાન પીએમ મોદી લોકોનું અભિવાદન ઝિલ્શે. જ્યાં જ્યાંથી પીએમ મોદી પસાર થવાના છે ત્યાં તેમના આગમન વખતે પુષ્પવર્ષા થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ન માત્ર પુષ્પ વર્ષા પરંતુ ઘણી જગ્યાઓએ કલાકારો નૃત્ય અને ગાયન પણ કરશે. રેલવે સ્ટેશન પર નવી ઇમારતનું ઉદ્ઘાટન કરવા સાથે, પીએમ છ વંદે ભારત અને બે અમૃત ભારત સહિત આઠ ટ્રેનોને લીલી ઝંડી બતાવશે.






.jpg)








