Ayodhya Ram mandir : Gujaratથી મોકલવામાં આવેલી 108 ફૂટ લાંબી અગરબત્તીને પ્રગટાવાઈ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-16 14:06:51

22 જાન્યુઆરીની ઘડીઓ ગણાઈ રહી છે. ભક્તો એ ક્ષણની રાહ જોઈ રહ્યા છે જ્યારે મંદિરમાં ભગવાન રામની મૂર્તિ પ્રસ્થાપિત થશે. રામ ભક્તોએ અલગ અલગ વસ્તુઓનું દાન કર્યું છે. ભક્તોએ યથાશક્તિ દાન આપ્યું છે. અનેક ગુજરાતીઓએ રામમંદિર માટે વિવિધ વસ્તુઓ મોકલી છે. પ્રાણ પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખી ગુજરાતના વડોદરાથી 108 ફૂટ લાંબી અગરબત્તી મોકલવામાં આવી હતી જેને આજે પ્રગટાવવામાં આવી છે. તીર્થ ક્ષેત્રના અધ્યક્ષની હાજરમાં આ અગરબત્તીને પ્રગટાવવામાં આવી છે. એવું અનુમાન છે કે આ અગરબત્તી દોઢ મહિના સુધી ચાલશે તેમજ તેની સુગંધ અનેક કિલોમીટર સુધી ફેલાશે.

108 ફૂટ લાંબી અગરબત્તીને કરાઈ પ્રજવલિત 

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આજથી 22 જાન્યુઆરી સુધી અનુષ્ઠાન ચાલશે તેની શરૂઆત થઈ ગઈ છે. અયોધ્યા રામ મંદિર માટે ગુજરાત સહિત દેશભરથી ભક્તોએ વિવિધ વસ્તુઓ, ભેટો આપી છે. ગુજરાતીઓએ પણ અલગ અલગ વસ્તુનું દાન કર્યું છે. વડોદરાથી 108 ફૂટ લાંબી અગરબત્તી અયોધ્યા મોકલવામાં આવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ આ અગરબત્તીને વિશેષ રીતે તૈયાર કરવામાં આવી છે. સુરક્ષા વચ્ચે અયોધ્યા ખાતે આ અગરબત્તી મોકલવામાં આવી હતી. 


અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા 11 કિલોનું પાંચ ફૂટ લાંબુ પંચધાતુનું અજયબાણ બનાવવામાં આવ્યુ છે. આ અજયબાણને અંબાજી ખાતે લાવવામાં આવ્યું છે.જે અજયબાણને ગબ્બર ઉપર લઇ જવાયું હતું અને તેની પૂજા અર્ચના કરી આરતી ઉતારવામાં આવી હતી.જેને 10 જાન્યુઆરીના રોજ અયોધ્યા મોકલવામાં આવશે.

અયોધ્યા રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે વડોદરાના એક ખેડૂતે 108 ફૂટ લાંબી ધૂપસળી બનાવી છે. જેને બનાવવાનો ખર્ચે લગભગ 5 લાખ થયો છે.

ગુજરાતીઓએ અનેક વસ્તુઓનું કર્યું છે દાન!

21 જાન્યુઆરી સુધી અનુષ્ઠાન ચાલવાનું છે. આવતીકાલે રથયાત્રા નીકળશે જે બાદ 18મી તારીખે મંદિરમાં મૂર્તિને રાખવામાં આવશે વગેરે વગેરે... આજથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત થતાં ગુજરાતના વડોદરાથી ગયેલી 108 ફૂટ લાંબી અગરબત્તીને પ્રજવલિત કરવામાં આવી છે. મહત્વનું છે કે ગુજરાતથી નગારું, દીવો, અગરબત્તી સહિતની વસ્તુ ભેટ સ્વરૂપે, દાન સ્વરૂપે આપવામાં આવી છે.     



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે