Ayodhya - Ram Mandir Pran Pratishtha : ફૂલો અને રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું મંદિર, જુઓ પ્રાણપ્રતિષ્ઠા પહેલા શણગારાયેલા મંદિરનો વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-22 07:50:54

જે ક્ષણની 500 વર્ષ સુધી રાહ જોવાઈ તે ક્ષણ આવી ગઈ છે. રામ ભગવાનની મૂર્તિ મંદિરમાં સ્થાપિત થવાની છે. ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા આજે થવાની છે. કરોડો ભક્તોની આસ્થા ભગવાન રામ સાથે જોડાયેલી છે. ભગવાન રામના કરોડો ભક્તો છે જે આ ક્ષણની અનેક દાયકાઓથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજે હિંદુ વિધિ વિધાન સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવવાની છે જેના સાક્ષી અનેક લોકો બનશે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલ્લા મંદિરમાં બિરાજમાન થશે. પ્રાણ પ્રતિષ્ઠા લઈ મંદિરને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે. પહેલા મંદિરને શણગારેલા વીડિયો સામે આવ્યો છે. ન માત્ર અયોધ્યા ભક્તિના રંગમાં રંગાયું છે પરંતુ સમગ્ર દેશ રામમય બન્યું હોય તેવું લાગી રહ્યું છે.

આખો દેશ બન્યો રામમય!

રામધુનથી અયોધ્યા ગુંજી ઉઠ્યું છે. નવનિર્મિત મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રતિષ્ઠા થવાની છે. ભક્તોએ ઘડીની રાહ જોઈ રહ્યા છે જ્યારે તેમના આરાધ્ય પોતાના મંદિરમાં સ્થાન ગ્રહણ કરશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. ભગવાન રામની મૂર્તિની તસવીર સામે આવી હતી તે બાદ શણગારવામાં આવેલા મંદિરની તસવીર વાયરલ થઈ હતી. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મંદિરનો વીડિયો સામે આવ્યો છે.  આખો દેશ રામમય બન્યો છે. આજે બપોરે 12.20 કલાકે રામ લલ્લાનો અભિષેક શરૂ થશે.

   



લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.

ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકોની એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.