Ayodhya Ram Mandir : પ્રાણ પ્રતિષ્ઠા માટેની વિશેષ પૂજાની આજથી થઈ શરૂઆત, જાણો આગામી સાત દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ


  • Published By :
  • Published Date : 2024-01-16 11:35:49

ભગવાન રામના ભક્તો માટે એ ક્ષણ ખૂબ આનંદનો હશે જ્યારે ભગવાન રામની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે. 22 જાન્યુઆરી પહેલા કયા કયા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તે અંગેની માહિતી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાય દ્વારા કરવામાં આવી હતી. 16 જાન્યુઆરીથી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનું અનુષ્ઠાન શરૂ થઈ જશે જે 21 જાન્યુઆરી સુધી ચાલશે. ગર્ભગૃહમાં 18 જાન્યુઆરીએ રામ લલ્લાની મૂર્તિ રાખવામાં આવશે. મૂર્તિને ગર્ભગૃહમાં મૂકવામાં આવશે તે પહેલા 17 જાન્યુઆરીએ રામલલ્લાની મૂર્તિને લઈ શોભાયાત્રા નીકળશે. 

અયોધ્યામાં 7 દિવસ યોજાશે રામ લલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ, PM કરશે  ઉદ્ઘાટન, આ નેતાઓ રહેશે ઉપસ્થિત | Ayodhya Ram Mandir Inauguration Grand  Event PM Narendra Modi


પ્રાણ પ્રતિષ્ઠાને લઈ આજથી શરૂ થયા અનુષ્ઠાન 

અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ સમારોહને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વિશેષ આયોજનો કરવામાં આવી રહ્યા છે. રામ લલ્લાના અભિષેકની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તૈયારીઓ તડામાર ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તે પહેલાની પૂજાની વિધિ આજથી શરૂ થઈ ગઈ છે. 

PM Modi Ayodhya Visit: પીએમ મોદી આજે રામનગરીને 11 હજાર કરોડના પ્રોજેક્ટની  ભેટ આપશે, નવા એરપોર્ટ સહિત રેલ્વે સ્ટેશનનું ઉદ્ધાટન કરશે - PM nARENDRA Modi  Ayodhya Visit ...

પીએમ મોદી સહિત પાંચ લોકો હાજર હશે ગર્ભગૃહમાં 

ગર્ભગૃહમાં અરૂણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે. આજથી પ્રાણ પ્રતિષ્ઠા માટેનું અનુષ્ઠાન શરૂ થઈ જશે અને 21 જાન્યુઆરી સુધી તે અનુષ્ઠાન ચાલશે. 22 તારીખે મંદિરના ગર્ભગૃહમાં પાંચ લોકો હાજર હશે. પીએમ મોદી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત પાંચ લોકો ગર્ભગૃહમાં હાજર રહેશે. 



આ રહ્યો સંપૂર્ણ કાર્યક્રમ 

જો કાર્યક્રમ અંગેની વાત કરીએ તો ૧૬મી જાન્યુઆરીએ પ્રાયશ્ચિત, દશવિધ સ્નાન, વિષ્ણુ પૂજન, ગૌદાન સહિતની વિધી કરવામાં આવશે. ૧૭મી જાન્યુઆરીએ શોભાયાત્રા નીકળશે તેમજ સરયૂ નદીનું જળ મંદિરે પહોંચશે. ગણેશ અંબિકા પૂજન, વાસ્તુ પૂજન ૧૮મીના રોજ કરવામાં આવશે. અગ્નિ અને નવગ્રહ સ્થાપના, હવન ૧૯મી જાન્યુઆરીએ કરાશે. ૨૦મી જાન્યુઆરીના રોજ ગર્ભગૃહને સરયૂ નદીના જળથી સ્વચ્છ કરવામાં આવશે. ૨૧મી જાન્યુઆરીએ એટલે પ્રાણ પ્રતિષ્ઠાના આગલા દિવસે ૧૨૫ કળશથી મૂર્તિ પર અભિષેક કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. ૨૨મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થશે. રામ મંદિરના ગર્ભગૃહમાં મૈસૂરના અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી પ્રતિમાને સ્થાપિત કરાશે.  



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.