Ayodhya Ram Mandir : પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં Sonia Gandhiને આમંત્રણ આપવા મુદ્દે VHPએ શું કહ્યું? જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-01 11:50:05

તમે જ્યારે ન્યુઝ ચેનલ જોતા હશો કે પછી પેપર જોતા હશો ત્યાં અયોધ્યાને લગતા, પ્રાણ પ્રતિષ્ઠાને લગતા સમાચારો જોવા મળતા હશે.  અયોધ્યામાં કેવી રીતે આ પ્રસંગને લઈ તૈયારીઓ ચાલી રહી છે, કેવી રીતે અવધનગરને શણગારવામાં આવ્યું છે તે જાણવામાં તમને રૂચી હશે. રામ મંદિરને લઈ અનેક વખત રાજકીય પાર્ટીઓ આને લઈ સરકાર પર રાજનીતિ કરવાનો આરોપ લગાવી રહી છે. આ બધા વચ્ચે VHPના અંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારનું એક નિવેદન સામે આવ્યું છે જેમાં તે કહી રહ્યા છે કે આ સમારોહના નિમંત્રણ પર કોઈ રાજનીતિ નથી થઈ રહી. 

Sonia Gandhi, Mallikarjun Kharge and Adhir Ranjan Chowdhury have been invited to the Ram Temple inauguration on January 22(ANI)

22 જાન્યુઆરીએ યોજાશે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

ભગવાન રામના ભક્તો જે ક્ષણની પ્રતિક્ષા છેલ્લા અનેક વર્ષોથી કરતા હતા તે ક્ષણ 22 જાન્યુઆરી 2024એ આવવાની છે. ભગવાન રામની મૂર્તિ ભવ્ય મંદિરમાં પ્રસ્થાપિત થવાની છે. અનેક વર્ષોના સંઘર્ષ બાદ આ ઘડી આવી છે જ્યારે રામ લલ્લા મંદિરમાં બિરાજમાન થવાના છે. એક તરફ આ અંગેની તૈયારીઓ તડામાર ચાલી રહી છે તો બીજી તરફ પ્રાણ પ્રતિષ્ઠાના નિમંત્રણને લઈ રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ભાજપ પર રામના નામે રાજનીતિ કરવાના આરોપો જાણે વિપક્ષી નેતાઓ લગાવી રહ્યા છે. અનેક એવા નિવેદનો સામે આવ્યા છે. આ બધા વચ્ચે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં આવવા માટેનું નિમંત્રણ કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓને મળ્યું છે. સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. 

Ayodhya Ram Mandir Inauguration 2024: Booking for Aarti Passes, know  details - Times of India

 

VHPએ આપી આ પ્રતિક્રિયા

કોંગ્રેસના નેતાઓ આ મહોત્સવમાં સામેલ થશે કે નહીં તે અંગેની માહિતી આપવામાં નથી આવી. આ સમારોહમાં તેઓ આવશે કે નહીં તે અંગે અસમંજસ છે અને આ બધે વચ્ચે વીએચપીની પ્રતિક્રિયા આપી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આલોક કુમારે જણાવ્યું છે કે જો આના પર કોઈ રાજનીતિ થઈ રહી હોત તો શું સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને બોલાવવામાં આવ્યા હોત? હું ખડગેજીને અંગત રીતે આમંત્રણ આપવા ગયો હતો. તેમણે વધુમાં કહ્યું કે VHP ટ્રસ્ટના અધિકારી અધીર રંજન અને રામ મંદિર પેનલના વડા નૃપેન્દ્ર મિશ્રા સોનિયા ગાંધીને આમંત્રણ આપવા ગયા હતા. કુમારે કહ્યું કે તે ઈચ્છે છે કે આ બધા લોકો અભિષેક સમારોહમાં આવે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.