બાબા બાગેશ્વરના અમદાવાદના દિવ્ય દરબારમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત, પાસ વગર નહીં મળે એન્ટ્રી


  • Published By :
  • Published Date : 2023-05-24 14:14:30

મધ્ય પ્રદેશના બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદમાં દિવ્ય દરબાર ભરાવાનો છે આ કાર્યક્રમને લઈ હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદના ચાણક્યપુરીમાં ખુલ્લા મેદાનમાં મંડપ બાંધવાની શરૂઆત થઈ ગઈ છે. આગામી 29 અને 30 મેના રોજ ચાણક્યપુરી વિસ્તારમાં દિવ્ય દરબાર ભરાશે. બાબા બાગેશ્વરના દરબાર માટે વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. બાબાના દરબારને લઈ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમમાં 1500 સ્વયંસેવકો અને 500 ખાનગી બાઉન્સરો તેમની સુરક્ષામાં ખડે પગે રહેશે. બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર સાંજે 5 કલાકે દિવ્ય દરબાર ભરાશે જે અમર્યાદિત સમય સુધી ચાલશે. 


પ્રવેશ માટે લોકોનું રજીસ્ટ્રેશન ફરજિયાત


બાબા બાગેશ્વરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિવ્ય દરબારમાં પ્રવેશ માટે લોકોનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે.  પાસ સિસ્ટમથી મુલાકાતીઓ ડોમમાં પ્રવેશ મેળવી શકશે. ચાણક્યપુરી ગ્રાઉન્ડની સવા લાખની છે મર્યાદા છે. જોકે મુલાકાતીઓ માટે પાસનું વિના મૂલ્ય વિતરણ કરવામાં આવશે. અમદાવાદમાં યોજાવનાર બાબાનો દિવ્ય દરબારમાં પાસ વિતરણ 27 અને 28 મે એ સવારે 9 વાગ્યાથી શરૂ કરાશે. પાસ માટે મોબાઇલ નંબર, અને એડ્રેસ જ આપવાનું રહેશે. જ્યારે Vvip માટે અલગથી પાસની વ્યવસ્થા કરવામાં આવી છે.


 22 રૂમના બંગલામાં બે દિવસ રોકાશે


બાબા બાગેશ્વર અમદાવાદના ચાણક્યપુરીના બંગલામાં બે દિવસ રોકાશે. ધીરેન્દ્ર શાસ્ત્રીને ફાળવેલ 22 રૂમના બંગલાથી 100 મીટર અંતરે દરબારનું આયોજન કરવામાં આવશે. બાબાના દરબારમાં વધુ ભીડ ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. હથિયારધારી સિક્યોરિટી પણ રાખવામાં આવશે.1000થી વધુ સ્વયં સેવકો રહેશે પોલીસ સાથે સેવામાં હાજર રહેશે. મહિલા સિક્યોરિટી અને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાલ કરવામાં આવી રહી છે. 



પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા માટે હર્ષ સંઘવી પ્રયાસો કરી રહ્યા છે. એક તરફ ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે તો બીજી તરફ હર્ષ સંઘવી બેઠકો કરી રહ્યા છે.

લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીના અનેક ઉમેદવારો ભુવાજીના શરણે જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના અનેક ઉમેદવારો ભુવાજીના શરણે ગયા હતા ત્યારે ભાજપના મહેસાણાના ઉમેદવાર તેમજ કોંગ્રસમાંથી ભાજપમાં જોડાયેલા સી.જે.ચાવડા પણ ભુવાજીના શરણે જોવા મળ્યા હતા.

દેશને આ વખતના પહેલા સાંસદ મળી ગયા છે અને એ પણ બિનહરીફ સાંસદ... સુરતમાં જે આખો ઘટનાક્રમ થયો તે તો આપણે જાણીએ છીએ.. આ વખતની ચૂંટણીમાં જાણે કોંગ્રેસને રસ જ નથી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી...

થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતાઓ ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. એવી ચર્ચાઓ થવા લાગી હતી કે તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે એવા સમાચાર સામે આવ્યા કે તેઓ થોડા સમયની અંદર કેસરિયો ધારણ કરી શકે છે...