રાજ્યમાં ભરશિયાળે અષાઢી માહોલ, સવારે 20 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, ખેડૂતો થયા ચિંતિત


  • Published By :
  • Published Date : 2023-11-26 13:55:56

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,

અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.


                                 – ખલીલ ધનતેજવી


 

રાજ્યમાં શિયાળાની શરૂઆતમાં જ ચોમાસા જેવો માહોલ જામ્યો છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થયું છે. જેનાથી ખેડૂતોની ચિંતા વધી છે.ગુજરાતમાં સવારના 6થી 8 વાગ્યા સુધીમાં 20 તાલુકાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ તાલાલામાં 1.5 ઈંચ જ્યારે પાટણ-વેરાવણમાં સવા ઈંચ, વંથલીમાં 1 ઈંચ  વરસાદ નોંધાયો છે. છે. રાજકોટ, મોરબી અને સુરતમાં ગાજવીજ અને વરસાદ સાથે કરા પણ પડ્યાં છે. ગુજરાત અને મહારાષ્ટ્રના તટીય વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે.


Image



સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ


સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં સવારમાં શિયાળાની ઠંડીના બદલે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર-સોમનાથ, જાફરાબાદ, બોટાદ, કચ્છ સહિતના જિલ્લાઓમાં વહેલી સવારે જ વીજળીના કડાકા ભડાકા સાથે કેટલાય વિસ્તારોમાં ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમીધારે વરસાદની શરૂઆત થઈ હતી. રાજકોટ જુનાગઢ અમરેલી ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં વહેલી સવારે જ વીજળીના કડાકા ભડાકા સાથે કેટલાય વિસ્તારોમાં ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમીધારે વરસાદની શરૂઆત થઈ હતી. ઉત્તર ગુજરાતના, અરવલ્લી, બનાસકાંઠામાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ: ભાભર, સુઈગામ અને વાવ તાલુકા ગામોમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોની હાલત કફો઼ડી બની છે.


રાજકોટમાં શિમલા-મનાલી જેવા દ્રશ્યો સર્જાયા

રાજકોટનાં માલિયાસણ ઓરબ્રિજ પર તો મનાલી જેવો માહોલ છવાયો છે. આ બ્રિજ પર કરાના વરસાદને કારણે બરફની ચાદર છવાઇ ગઇ છે. મોટી સંખ્યામાં લોકો આ બ્રિજ પર આવીને આવા વાતાવરણની મઝા માણી રહ્યા છે.



ખેડૂતોની દશા માઠી 


કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર જિલ્લામાં વરસાદની આગાહી અન્વયે તકેદારીના પગલાં લેવા જણાવ્યું છે. વરસાદથી લોકોના જાનમાલનું નુકશાન ન થાય તે તકેદારી ના પગલા લેવા જણાવવામાં આવ્યું છે. શિયાળુ વાવેતરમાં ફાયદો, તો   તુવેર, ચણા, ધાણા અને એરંડાના પાકને નુકશાન થવાની ભીતિ છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે