Bagodara Accident : સુણદા ગામમાં છવાઈ ગમગીની જ્યારે અકસ્માતમાં મૃત્યુ પામેલા એક જ પરિવારના 6 સભ્યોની ઉઠી અર્થી, ગ્રામજનોનું હૈયાફાટ રૂદન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-12 13:40:45

અકસ્માતને કારણે અનેક પરિવારના માળા વિખેરાઈ જતા હોય છે. ત્યારે ગઈકાલે અમદાવાદમાં એક અકસ્માત સર્જાયો હતો જેમાં 10થી વધારે લોકોના મોત થઈ ગયા હતા. બગોદરા-બાવળા હાઈવે પર અકસ્માત સર્જાયો જેમાં છોટા હાથી રસ્તા પર ઉભી રહેલી ટ્રક સાથે ભટકાઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે મૃતદેહોને કાઢવા મુશ્કેલ હતા. પ્રાથમિક માહિતી અનુસાર ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આવેલા સુણદા ગામના વતની હતા. મોડી રાત્રે જ્યારે મૃતકોના મૃતદેહ ગામમાં પહોંચ્યા ત્યારે ગામમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. એક સાથે 6 અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું હતું.

 


ટ્રક સાથે છોટા હાથી ભટકાતા સર્જાયો અકસ્માત   

કોઈ પણ વ્યક્તિ માટે એ સૌથી પીડાદાયક ક્ષણ હોય છે જ્યારે એ પોતાના પરિવારના સભ્યને અંતિમ વિદાય આપી રહ્યો હોય છે. જ્યારે પરિવારજન અનંતની યાત્રાએ નીકળે છે ત્યારે પરિવારમાં એવી સ્થિતિ સર્જાતી હોય, કે કોણ કોના આંસુ લૂંછે? ગામડામાં તો એવું વાતાવરણ જોવા મળતું હોય છે જાણે આખું ગામ પરિવાર હોય. ત્યારે ગઈકાલે ચોટીલાથી દર્શન કરી પરત ફરી રહેલા દર્શનાર્થીને અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો. રસ્તા પર ઉભેલો ટ્રક તેમના માટે કાળ બન્યો હતો. છોટા હાથીમાં જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો. દુર્ઘટના એટલી ગંભીર હતી કે ઘટનાસ્થળ પર જ 10 લોકોના કમકમાટી ભર્યા મોત થઈ ગયા હતા. આ ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. સારવાર અર્થે જ્યારે તેમને ખસેડવામાં આવ્યા ત્યારે વધુ એક વ્યક્તિએ દુનિયાને અલવિદા કહી દીધું હતું. 


એક સાથે ઉઠી એક જ પરિવારના 6 લોકોની અર્થી 

અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના શવ જ્યારે તેમના ગામે પહોંચ્યા ત્યારે આખા ગામમાં ગમગીની ફેલાઈ. એક સાથે 6 અર્થીઓ ઉઠતા જાણે આખું ગામ હિબકે ચઢ્યું હોય તેવા કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. ભીની આંખે ગામલોકોએ અંતિમ વિદાય આપી હતી. અકસ્માતમાં જે લોકોના મોત થયા છે તેમાંથી 6 વ્યક્તિઓ સુણદા ગામના હતા, 3 મૃતકો મહિસાગર જિલ્લાના હતા ભરૂચ તેમજ બાલાસિનોરના એક વ્યક્તિના મોત આ દુર્ઘટનામાં થયા હતા. મૃતકોના મૃતદેહોને જ્યારે ગામડે લઈ જવાયા ત્યારે રાત્રે જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એક જ પરિવારના 6 સભ્યોની અર્થી ઉઠતા આખુ ગામ હિબકે ચઢ્યું હતું. એક સાથે 6 મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.


 ગામના સરપંચ મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, મને સવારે જાણ થતાની સાથે જ હું અને અન્ય વડીલો સાથે ધોળકા પહોંચ્યા હતા. જ્યાં મૃતદેહોની ઓળખાણ કરતા 6 વ્યક્તિઓ અમારા ગામના હતા.

મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા અંતિમયાત્રામાં 

જ્યારે મૃતકોની અંતિમયાત્રા નિકળી હતી ત્યારે ગ્રામજનો શોક મગ્ન બન્યા હતા. 3 હજારથી વધુ લોકો અંતિમયાત્રામાં જોડાયા હતા. ઓછી વસતી ધરાવતા ગામમાં એક સાથે 6 લોકોના મોત થતાં જાણે આખા ગામના લોકોએ પોતાના પરિવારના સદસ્યો ગુમાવ્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આખા ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી. મહત્વનું છે અકસ્માતમાં અનેક જીંદગીઓ ઓલવાતી હોય છે. અકસ્માતનો ભોગ અનેક લોકો બનતા હોય છે.   

 ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના છેવાડાના ગામ સુણદા ગામે રહેતા ઝાલા પરિવારના 19 જેટલા લોકો પરિવારના સદસ્યની માનતા પૂર્ણ કરવા માટે ચોટીલા ચામુંડા માતાજીના મંદિર ખાતે ગયા હતા ત્યારે આવતા સમયે બગોદરા-બાવળા હાઈવે પર ગોજારો અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ ગામમાં ભારે સન્નાટો છવાઈ ગયો છે. ગોજારા અકસ્માત બાદ મૃતદેહોને ગામમાં લવાતા હૈયાફાટ આક્રંદ જોવા મળ્યો હતો. ગામમાં મોટાભાગના ઘરે સાંજે ચુલો ન સળગ્યો, પરિવારના પડખે આવી ઉભા રહ્યા હતા.

             



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે