કેદારનાથ મંદિરમાં મોબાઈલ ફોન લઈ જવા પર મૂકાયો પ્રતિબંધ, ફોટોગ્રાફી તેમજ વીડિયોગ્રાફી કરશો તો થશે કાર્યવાહી! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-17 09:46:03

છેલ્લા ઘણા સમયથી કેદારનાથ મંદિર કોઈને કોઈને રીતે ચર્ચામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક મહિલાએ મંદિરની સામે તેના બોયફેન્ડને પ્રપોઝ કર્યું હતું. પ્રપોઝનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયાં બાદ અનેક ભક્તોની લાગણીઓને ઠેસ પહોંચી હતી. મંદિર પરિસરમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે તેવી માગ ઉઠી હતી. ત્યારે કેદારનાથ મંદિરના ગર્ભગૃહ અને મંદિર પરિસરથી સામે આવતા વીડિયોને લઈ કેદારનાથ મંદિર કમિટી એક્શન મોડમાં આવી ગઈ છે. મંદિર પરિસરમાં બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે જેમાં લખાયેલું છે કે મંદિરની અંદર કોઈપણ પ્રકારની ફોટોગ્રાફી તેમજ વીડિયોગ્રાફી કરવા પર પ્રતિબંધ  મૂકી દેવામાં આવ્યો છે. જો કોઈ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. 

મંદિર પરિસરમાં મોબાઈલ ફોન પર લાગી નો એન્ટ્રી!

યંગસ્ટર્સમાં ચારધામ યાત્રાનો કેઝ વધતો જોવા મળી રહ્યો છે. અનેક યુવાનો ચારધામ યાત્રા કરવાની ઈચ્છા ધરાવે છે. કેદરાનાથને લઈ બનેલી અનેક ફિલ્મોને કારણે પણ યુવાનો ત્યાં જઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર યુવાનો ફોટો, વીડિયો તેમજ રીલ્સ બનાવતા હોય છે અને તે અપલોડ કરતા હોય છે. સોશિયલ મીડિયા પર એક ફોટો પણ સામે આવ્યો હતો જેમાં એક નાનકડી બાળકી જ જ્યારે મંદિરના દ્વાર ખુલ્યા ત્યારે દર્શન કરતી બતાવાઈ હતી, બાકી બધા ફોનમાં ફોટો ક્લીક કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર લાઈક મેળવવાનો કેઝ યુવાનોમાં જોવા મળતો હોય છે. થોડા સમય પહેલા અનેક એવા વીડિયો સામે આવ્યા હતા જેને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. મંદિરની સામે એક છોકરી પોતાના બોયફ્રેન્ડને પ્રપોઝ કરી રહી હતી. તે સિવાય પણ અનેક વીડિયો સામે આવ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થતા વીડિયો તેમજ રિલ્સને રોકવા મંદિર પ્રશાસન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ મંદિરની અંદર કોઈપણ પ્રકારની ફોટોગ્રાફી તેમજ વીડિયોગ્રાફી કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જો કોઈ ફોટો અથવા વીડિયો ગ્રાફી કરતા પકડાશે તે કાર્યવાહી કરવામાં  આવશે.


યોગ્ય કપડાં પહેરીને મંદિરમાં આવવા માટે લાગ્યા બોર્ડ!

વીડિયો તેમજ ફોટોગ્રાફી પર તો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા લોકોની એન્ટ્રી પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. મંદિર પરિસરમાં યોગ્ય વસ્ત્રો પહેરીને આવવા માટે પણ બોર્ડ મૂકી દેવામાં આવ્યા છે. મહત્વનું છે કે અનેક મંદિરો દ્વારા આવા નિર્ણય લેવામાં આવી રહ્યા છે. ગુજરાતના પણ અનેક મંદિરો દ્વારા ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા ભક્તોની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકી દીધો છે. ભારતીય સંસ્કૃતિને શોભે એવા વસ્ત્ર પરિધાન પહેરીને મંદિરે દર્શન કરવા આવવા ભક્તોને અપીલ કરવામાં આવી છે. ત્યારે હવે કેદારનાથધામમાં પણ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. વસ્ત્રોને લઈ લેવાયા નિર્ણયનું ભક્તો સ્વાગત કરી રહ્યા છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.