'ધ ઈન્દ્રાણી મુખર્જી સ્ટોરી' પર પ્રતિબંધ, બોમ્બે હાઈકોર્ટે Netflixને કર્યો આ આદેશ


  • Published By :
  • Published Date : 2024-02-22 17:06:37

બોમ્બે હાઈકોર્ટે Netflixની ડોક્યુસિરીઝ ધ ઈન્દ્રાણી મુખર્જી સ્ટોરી -ધ બરીડ ટ્રુથની સ્ક્રીનિંગ પર સ્ટે આપ્યો છે. બોમ્બે હાઈકોર્ટે સીબીઆઈની અરજી પર ડોક્યુસિરીઝના સ્ટ્રીમિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે જ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સને આ ડોક્યુસિરીઝની સ્પેશિયલ સ્ક્રિનિંગ સીબીઆઈના અધિકારીઓ માટે આયોજીત કરવાની સુચના આપી છે. ઉલ્લેખનિય છે કે શીના બોરા મર્ડર મિસ્ટ્રી પર આધારીત Netflixની આ ડોક્યુસિરીઝ આજકાલ ખુબ જ ચર્ચામાં છે. 


સ્પેશિયલ સ્ક્રિનિંગથી વાધો શું છે?


બોમ્બે હાઈકોર્ટે સ્ક્રીનિંગને રોકવા સાથે જ  ડોક્યુસિરીઝના સ્ટ્રીમિંગ પાર્ટનર નેટફ્લિક્સને સવાલ કર્યો કે આ ડોક્યુસિરીઝ સીબીઆઈને બતાવવામાં વાધો શું છે? આ મુદ્દે નેટફ્લિક્સના એડવોકેટે પ્રિ-સેન્સરશિપનો હવાલો આપીને કહ્યું હતું કે સીબીઆઈ પહેલાથી જ સીરીઝ સામે કોર્ટમાં ગઈ હતી.  કોર્ટમાં તેણે કહ્યું હતું કે હજું આ કેસમાં ટ્રાયલ ચાલી રહી છે અને પુરાવાઓના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે. આ સ્થિતીમાં સિરિઝ હાલ રોકી શકાય છે. તેને એક સપ્તાહ માટે ટાળી શકાય છે.   



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.