Banaskantha : જીત પછી Geniben Thakorએ કોંગ્રેસના સંગઠનને લઈ કરેલી વાતથી કાર્યકર્તાઓમાં નારાજગી? શરૂ થયો વિરોધ?


  • Published By :
  • Published Date : 2024-06-08 11:41:23

ગુજરાતમાં ભાજપને 25 સીટો મળી તેની એટલી ચર્ચા નથી થઈ જેટલી ચર્ચા ગેનીબેન ઠાકોરના વિજયી થવાની થઈ છે.. વિજય મળ્યા બાદ ગેનીબેન ઠાકોર દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું. નિવેદનમાં તેમણે કોંગ્રેસના સંગઠનને લઈ વાત કરી હતી. ગેનીબેન ઠાકોરના નિવદેન બાદ બનાસકાંઠાના કોંગ્રેસના જિલ્લા પ્રમુખ દ્વારા એક પોસ્ટ કરવામાં આવી જેમાં તેમણે લખ્યું કે ગેનીબેન ઠાકોરનું નિવેદન પાયાના કાર્યકર્તાઓને ઠેસ પહોંચાડવા વાળું છે...

વિજય મળ્યા બાદ ગેનીબેન ઠાકોરે આપ્યું હતું નિવેદન

ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી 25 બેઠકો ભાજપને મળી જ્યારે એક બેઠક પર ઈન્ડિ ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જીત હાંસલ કરી છે. ગેનીબેન ઠાકોરે ગુજરાતમાં ભાજપનો વિજયી રથ રોક્યો છે. બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી અને ગેનીબેન ઠાકોર વચ્ચે જબરદસ્ત ટક્કર હતી. કોનો વિજય થશે તેની પર સૌ કોઈની નજર હતી. રસાકસી ભરેલા પરિણામ બાદ ગેનીબેન ઠાકોરનો વિજય થયો. વિજય હાંસલ કર્યા બાદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના સંગઠનને લઈ એક ટકોર કરી હતી. 


કોંગ્રેસમાં ગેનીબેન ઠાકોરના નિવેદન બાદ કકળાટ શરૂ થયો? 

ટકોરમાં તેમણે કોંગ્રેસના સંગઠનની તુલના ભાજપના સંગઠન સાથે કરી હતી. ગ્રાઉન્ડ ઝીરો પર કોંગ્રેસનું સંગઠન નબળું છે તેવું તે કહેવા માગતા હતા.. ગેનીબેનના આ નિવેદન બાદ કોંગ્રેસના નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે તેવું લાગી રહ્યું છે.. બનસકાંઠાના પ્રમુખ જિલ્લા કોંગ્રેસ સમિતિ ભરતસિંહ વાઘેલા દ્વારા એક પોસ્ટ કરવામાં આવી છે. પોસ્ટમાં તેમણે લખ્યું કે બનાસકાંઠા લોકસભાના સંસદ સભ્ય શ્રી ગેનીબેન ઠાકોરનું બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના સંગઠન બાબતનું નિવેદન ખૂબ દુ:ખદ અને પાયાના કાર્યકર્તાઓને ઠેસ પહોંચાડવા વાળું છે. 


સંગઠનને લઈ જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે.. 

મહત્વનું છે કે અનેક વખત જ્યારે સંગઠનને લઈ વાત કરવામાં આવે છે ત્યારે નિષ્ણાતો, લોકો પણ માને છે ભારતીય જનતા પાર્ટીની જીત સંગઠનને કારણે થાય છે. ભાજપનું સંગઠન મજબૂત છે જેનો ફાયદો પાર્ટીને થાય છે અને કોંગ્રેસ પાસે સંગઠનની કમી છે. સંગઠન મજબૂત નથી જેને કારણે કોંગ્રેસ સારૂં પ્રદર્શન નથી કરી શકતી. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



ઇટાલી અને ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ વચ્ચે સ્ટારલિંકનું ઈન્ટરનેટ આપવાને લઇને વાર્તાલાપ પડી ભાંગ્યો છે . આ પાછળ ઇટાલીની સરકાર પર ત્યાંના વિરોધ પક્ષે જોરદાર દબાણ ઉભું કર્યું હતું . આ ઉપરાંત ઈલોન મસ્કની જે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે નિકટતા છે તેના લીધે પણ આ વાર્તાલાપ પડી ભાંગ્યો છે. ઈલોન મસ્ક હાલના સમયમાં સમગ્ર વિશ્વમાં જોરદાર વિરોધનો સામનો કરી રહ્યા છે.

વ્યક્તિ પોતાના ઘરમાં કેટલી રકમ રાખી શકે છે તેના પર કોઈ પ્રતિબંધ નથી. જ્યાં સુધી તમે સાબિત કરી શકો કે તે કાયદેસરના સ્ત્રોત માંથી કમાયા છે અને તમે તેને તમારા આવકવેરા રિટર્નમાં જાહેર કર્યું છે ત્યાં સુધી આ લાગુ રહેશે. જો તમે સાબિત કરી શકતા નથી કે પૈસા કાયદેસર નથી, તો તમને ગંભીર દંડનો સામનો કરવો પડી શકે છે.

6G ઈન્ટરનેટ માટે ચાઈનામાં તડામાર તૈયારીઓ શરુ થઇ ચુકી છે . તો આ બાજુ યુએસમાં નેક્સટજી નામનું અલાયન્સ બનાવવામાં આવ્યું છે . યુરોપમાં નોકિયા , ક્વાલકોમ , એટીએનટી આ 6G ઈન્ટરનેટ માટે કામ કરી રહ્યા છે . ભારત પણ આ રેસમાંથી બહાર નથી . ભારત ૨૦૩૦ના વર્ષ સુધી 6Gમાં ગ્લોબલ લીડર બનવા માંગે છે . આ માટે ભારતે "ભારત 6G પ્રોજેક્ટ" અમલમાં મુક્યો છે .

દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્મા જેમના ઘરે નોટોનો ઢગલો મળી આવ્યો છે . હવે દિલ્હી હાઈકૉર્ટે તેમને ફરજમાંથી મુક્ત કરી દીધા છે . આ બાજુ સુપ્રીમ કોર્ટે આ સંપૂર્ણ ઘટનાની તપાસ માટે ન્યાયિક કમિશન બેસાડ્યું છે . તો હવે જોઈએ કોલેજિયમ યશવંત વર્માને શું સજા ફટકારે છે.