બનાસકાંઠાએ પર્યાવરણની જાળવણી માટે આપ્યો સંદેશ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-07-25 20:26:18

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે . 

બનાસકાંઠા જિલ્લો જેણે , સમગ્ર ગુજરાતને જ નહિ પરંતુ સમગ્ર દેશને પર્યાવરણની જાળવણી કેવી રીતે કરવી તે માટે , એક સંદેશો આપ્યો છે. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે . આ ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ એક પેડ માં કે નામ અભિયાન હેઠળ કરવામાં આવ્યું છે. સામાજિક વનીકરણ વિભાગ અને પી.એન.માળી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે "આઓ ધરતી માઁ કો હમ સજાએ, એક પેડ માઁ કે નામ લગાયે" અભિયાન હેઠળ એકસાથે ૫૧૦૦ વ્યક્તિઓ દ્વારા ૫૧૦૦ વૃક્ષોનું વાવેતર કરાયું હતું. લુણાવા ખાતે કુલ ૨૦ વીઘા જમીનમાં ૧૫ હજાર વૃક્ષ વાવેતર પૈકી પ્રથમ ચરણમાં આજે ૫૧૦૦ સ્થાનિક રોપાઓનું વાવેતર કરાયું છે. 

આ પ્રસંગે જિલ્લા અગ્રણીશ્રી પી એન માળી, શ્રી કનુભાઈ વ્યાસ, બનાસ મેડિકલ કોલેજના ચેરમેનશ્રી પી.જે. ચૌધરી સહિત વન વિભાગના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.તો હવે આ પ્રસંગે વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીએ કહ્યું છે કે , "આજે હજારોની સંખ્યામાં વૃક્ષપ્રેમી લોકોએ એકસાથે વૃક્ષારોપણ માટે સંકલ્પ કર્યો હતો. સામાજિક વનીકરણ વિભાગ, બનાસ ડેરી અને પી.એન.માળી ફાઉન્ડેશનના સહયોગથી વૃક્ષારોપણ કરાયું છે. આવનાર સમયમાં ગામે ગામ ગૌચરની જમીનમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરીને બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવા માટે સહિયારા પ્રયાસો હાથ ધરાશે. વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે. આવનારા સમયમાં પીલુડા ખાતે ૧૦૦ વિઘાથી વધુ જમીનમાં સ્થાનિક વૃક્ષોનું વાવેતર કરાશે. જિલ્લામાં જળસંચયના વિવિધ કાર્યો ચાલી રહ્યા છે. ખેત તલાવડી, તળાવો ઊંડા કરવા, સોષ કુવા બનાવવા સહિત વૃક્ષારોપણ અને નર્મદાના પાણીથી તળાવો ભરવાની કામગીરી થઇ રહી છે. જેના પરીણામે અહી ખેડૂતોની સુખાકારીમાં વધારો કરી શકાશે તથા પર્યાવરણનું પણ સંવર્ધન કરી શકાશે. તેમણે જિલ્લા વાસીઓને વધુમાં વધુ વૃક્ષો વાવવા તથા તેનું જતન અને સંવર્ધન કરવા આહવાન કર્યું હતું. " તો હવે આવનારા સમયમાં વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. સાથે જ પીલુડા ખાતે ૧૦૦ વિઘાથી વધુ જમીનમાં સ્થાનિક વૃક્ષોનું વાવેતર કરાશે. આમ બનાસકાંઠા જિલ્લાએ સમગ્ર દેશને સંદેશો આપ્યો છે કે , કેવી રીતે વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણની જાળવણી કરી શકાય. 




ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.