Banaskantha Loksabha : ગેનીબેન ઠાકોરે માન્યો લોકોનો આભાર, કાર્યક્રમ દરમિયાન કહ્યું પ્રચાર દરમિયાન એક દિવસ એવો નથી કે....સાંભળો શું કહ્યું


  • Published By :
  • Published Date : 2024-04-12 17:34:23

26 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે પરંતુ ચર્ચાઓ માત્ર અમુક બેઠકોની થતી હોય છે. ચૂંટણીનો માહોલ જાણે અનેક બેઠકો પર જ જામ્યો હોય તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.. એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક, બીજી છે બનાસકાંઠા લોકસભા બેઠક, ત્રીજી છે વલસાડ લોકસભા બેઠક છે. અમુક જ બેઠકો એવી છે જે ચર્ચામાં રહેતી હોય છે. બનાસકાંઠા લોકસભા બેઠક ચર્ચામાં રહેતી હોય છે કારણ કે ત્યાં બંને રાજકીય પાર્ટીઓએ મહિલાને ટિકીટ આપી છે. ગેનીબેન ઠાકોર પોતાના નિવેદનને કારણે ચર્ચામાં રહેતા હોય છે ત્યારે ફરી એક વખત ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે તેની ચર્ચા થઈ રહી છે...

ગેનીબેન ઠાકોર જોરશોરથી કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર 

જ્યારથી ઉમેદવારના નામની જાહેરાત થઈ છે ત્યારથી બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે પ્રચારની શરૂઆત કરી દીધી છે. ગેનીબેન ઠાકોર પ્રચાર દરમિયાન અનેક વખત આક્રામક દેખાયા હતા. અનેક વખત એવા નિવેદન આપ્યા જેને કારણે વિવાદ પણ સર્જાયા.. થોડા સમય પહેલા તેમણે પોલીસને લઈ નિવેદન આપ્યું હતું ત્યારે ફરી એક વખત ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે. નિવેદન આપતા તેમણે કહ્યું કે  મારો ચૂંટણી ખર્ચ તો લોકોએ જ ઉપાડી લીધો છે. પ્રચારનો એક દિવસ એવો નથી ગયો કે, લાખ-દોઢ લાખ રૂપિયાનો ફાળો ન થયો હોય. ગેનીબેન દ્વારા રોકડની સાથે સાથે ઓનલાઈન મદદ પણ મેળવવામાં આવી રહી છે.



આ બેઠક રસપ્રદ રહેવાની છે કારણ કે... 

વધુમાં તેમણે તેમણે કહ્યું કે પોતાનો ચૂંટણી ખર્ચ તો લોકોએ જ ઉપાડી લીધો છે. પ્રચારમાં મંડપ, માઈક, ચા, પાણી સહિતની તમામ વ્યવસ્થા અઢારે વર્ણના લોકો કરતા હોવાની વાત કરી હતી. પ્રચાર દરમિયાન એક દિવસ એવો નથી ગયો કે, જે દિવસે લાખ-દોઢ લાખનો ફાળો ન થયો હોય. આ વખતે ચૂંટણી લાંબી છે, એટલે રોજના લાખ લાખ રૂપિયા ગણો તો 50 લાખ રૂપિયા તો ફાળો જ ગણી લેવાનો. મહત્વનું છે કે આ બેઠક રસપ્રદ રહેવાની છે ત્યારે જોવું રહ્યું કે કોને સાંસદ તરીકે બનાસકાંઠાના લોકો પસંદ કરે છે અને સંસદ સુધી પહોંચાડે છે.. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે