Banaskantha Loksabha Seatના ઉમેદવાર Geniben Thakor ચાલુ ભાષણ દરમિયાન થયા ભાવુક, મતદાતાઓને કહ્યું....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-15 15:49:35

બનાસકાંઠા લોકસભા બેઠકની ચર્ચા થતી હોય છે કારણ કે બંને પાર્ટીએ મહિલાને ટિકીટ આપી છે. કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે જ્યારે ભાજપે ડો. રેખાબેન ચૌધરીને ટિકીટ આપી છે. ભાજપના તેમજ કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ત્યારે બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ટ્રેક્ટર પર સવાર થઈ ગેનીબેન ઠાકોર સભા સ્થળ પર ગયા હતા. જનસભાને સંબોધી રહ્યા હતા ત્યારે ગેનીબેન ઠાકોર અચાનક ભાવુક થઈ ગયા હતા. ગેનીબેન ઠાકોરના આંખોમાંથી આંસુ આવી ગયા હતા. 

ગેનીબેન ઠાકોરે ભર્યું નામાંકન ફોર્મ 

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગતે મતદાન યોજાવાનું છે. આજથી લોકસભાના ઉમેદવારો દ્વારા નામાંકન કરવાની શરૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસ અને ભાજપના અનેક ઉમેદવારોએ આજે નામાંકન ભર્યું છે. બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સામાન્ય રીતે પણ ચર્ચામાં રહેતા હોય છે. પોતાના અંદાજ તેમજ પોતાના ભાષણને કારણે ગેનીબેન ઠાકોરની ચર્ચાઓ થતી હોય છે. જનસભા દરમિયાન તેઓ અનેક વખત આક્રામક દેખાયા હતા. પોલીસ પર પણ તેમણે અનેક વખત આક્ષેપો કર્યા છે. આ બધા વચ્ચે આજે ગેનીબેન ઠાકોર નામાંકન ભરવા જાય તે પહેલા જનસભાને સંબોધી હતી અને આ દરમિયાન તેમની આંખોમાંથી આંસુ આવ્યા હતા. 



 

ભાષણ દરમિયાન ભાવુક થયા ગેનીબેન ઠાકોર

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જ્યારે જનસભાને સંબોધી રહ્યા હતા તે વખતે તે ચાલુ ભાષણ દરમિયાન અચાનક સ્ટેજ પર રડી પડ્યા હતા. પોતાના સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે, દગો નહીં કરું. ધરણીધર અને મા અંબા મારો વિશ્વાસ ન ડગવા દે તેવી પ્રાર્થના છે. મારો એક દીકરો છે, પરણાવી દીધો, હવે કોઇ જવાબદારી નહી. હવે સેવા માટે જીવન સમર્પિત કરવાનું છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું હતું કે તેમના ચૂંટણી પ્રચારનો ખર્ચ લોકોએ જ ઉપાડી દીધો છે. મહત્વનું છે કે ગેનીબેન ઠાકોરે જ્યારે ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે શક્તિસિંહ ગોહિલ પણ હાજર હતા. રેખાબેન ચૌધરી આવતી કાલે નામાંકન ભરવાના છે....   




ગુજરાતના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે... એપ્રિલ મહિનામાં ભારે તાપ સહન કરવો પડ્યો હતો અને મે મહિનામાં ગરમી સહન કરવી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે...

વેરાવળના ટાવરચોકમાં એક જાહેર સભા હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા કોંગ્રેસના સમર્થનમાં સંબોધન કરી રહ્યાં હતા.. અને કોંગ્રેસ પર જ પ્રહાર કરી બેઠા....જગમલવાળા કોંગ્રેસમાંથી ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા તો સામે વિમલ ચૂડાસમાએ પણ જગમલ વાળાને ભાજપના માણસ ગણાવી દીધા...

વિજાપુર વિધાનસભાના બીજેપી નેતા સી.જે.ચાવડા અને જયરાજસિંહ પરમાર દ્વારા અનોખો રસ્તો અપનાવવામાં આવ્યો છે. જ રાત્રે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયે સમગ્ર વિસ્તારના મહિલા ભજન મંડળો બોલાવી સત્સંગનો કાર્યક્રમ યોજ્યો હતો..

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે. વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ચૈતર વસાવા ગેનીબેનને જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે.