Banaskanthaના સાંસદ Geniben Thakor જીતે માટે સમર્થકે રાખી માનતા, જીત થતા ગેનીબેન ઠાકોરે માનતા પૂરી કરી.


  • Published By :
  • Published Date : 2024-07-08 14:47:31

ગુજરાતમાં 26માંથી 26 લોકસભા બેઠક જીતવાની આશા ભારતીય જનતા પાર્ટીએ રાખી હતી.. પરંતુ આ વખતે ગુજરાતની એક બેઠક પર INDIAllianceના ઉમેદવાર જીત્યા અને તે બેઠક હતી બનાસકાંઠાની.. બનાસકાંઠાની બેઠક પર ગેનીબેન ઠાકોરની જીત થઈ છે. બનાસકાંઠા બેઠક પર ગેનીબેનની જીત થાય તેમના અનેક સમર્થકોએ બાધા રાખી હતી. જીત બાદ ગેનીબેન માનતા પૂરી કરવા જઈ રહ્યા છે. ત્યારે ગેનીબેન પાલનપુરના જહુ ધામ ગયા હતા માનતા પૂરી કરવા જ્યાં તેમને સાકરથી તોલવામાં આવ્યા..     

અનેક એવી બેઠકો હતી જ્યાં હતી રસાકસી 

લોકસભાની ચુંટણી જાહેર થઈ અને જ્યારે બંને પક્ષોએ પોત પોતાના ઉમેદવારો જાહેર કર્યા ત્યારથી બનાસકાંઠા બેઠક ગેનીબેન ઠાકોર જીતે એ માટે ત્યાંના લોકોએ પ્રયાસ શરૂ કરી દીધા. ક્યારેક પ્રચાર, ક્યારેક ફંડીંગ કર્યું તો ક્યારેક બનાસની બેન માટે માનતા રાખી..ગેનીબેન જીતે તે માટે તેમના સમર્થકો દ્વારા, ત્યાંના લોકો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા. જીત્યા બાદ માનતા ગેનીબેન પૂર્ણ કરી રહ્યા છે. 



સમર્થકોએ રાખી હતી ગેનીબેન જીતે તે માટે માનતા 

ગેનીબેનના સમર્થકોએ જહુધામમાં માતાજીની માનતા રાખી હતી કે જો ગેનીબેન જીતે તો એમને દર્શન કરાવવા લઈને આવીશું. તેમજ સાકર ભારો ભાર તોલીશું.. બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોરની જીત થઈ છે.. એટલે રાખેલી માનતાને પૂરી કરવા ગઈકાલે બનાસકાંઠા સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા અને માતાજીને ધજા પણ ચઢાવી અને પછી ગેનીબેન ઠાકોરની સાકર તુલા કરાઈ. 



ગેનીબેન ઠાકોરે કહ્યું કે... 

આ કાર્યક્રમ બાદ એક મીડિયા સાથેની વાતચીત દરમિયાન ગેનીબેન ઠાકોરે કહ્યું કે એક મજબૂત વિપક્ષ તરીકે અમે દેશના પ્રશ્નો સંસદ સુધી પહોંચાડીશું. હવે વિપક્ષ મજબૂત બન્યું છે એટલે સંસદમાં પણ અવાજ મજબૂતાઈથી ઉઠશે. એ પછી રોજગારીનો પ્રશ્ન હોય કે પેપરલીકનો... આ વખતે પણ સંસદના સત્ર દરમિયાન નીટનો પ્રશ્ન ઉપાડ્યો વિપક્ષે અને એક દિવસ માટે સંસદ સ્થગિત પણ કરવામાં આવી. એટલે લોકોએ જે અમારા પર વિશ્વાસ મુક્યો છે એ કામ અમે કરીશું ... ત્યારે ગેનીબેન ઠાકોરના આ નિવેદન પર તમારૂં શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવજો. 



ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

એક મહિનામાં સિંહના હુમલા અને શંકાસ્પદ હુમલામાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત! અમરેલીથી લઈને ગિરનાર સુધી માનવ–સિંહ સંઘર્ષ કેમ વધી રહ્યો છે? સિંહ બદલાયો છે કે તેની આસપાસની ઇકોલોજી અને માનવીય પ્રવૃત્તિઓ બદલાઈ છે? વાંચો Jamawatનો વિશેષ અહેવાલ.