Bangladeshના PM Sheikh hasinaએ પોતાના પદ પરથી આપ્યું રાજીનામું, પીએમ હાઉસમાં ઘૂસ્યા આંદોલનકારી...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-08-05 18:01:04

બાંગ્લાદેશના પ્રધાનમંત્રીનું ઘર ઘેરાઈ ગયું છે, ચારેય બાજુથી ભીડ ઘરમાં ઘુસીને આતંક મચાવી રહી છે, અને પ્રધાનમંત્રી શેખ હસીનાએ ઘર છોડીને ભાગવું પડ્યું છે. એમણે કથિત રીતે બાંગ્લાદેશ છોડ્યો એની પહેલા જ અધિકારીક રીતે દેશના પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે, પણ દુનિયામાં ચારેય બાજુ ફેલાયેલા તણાવ વચ્ચે આપણા પાડોશી દેશની આ અરાજક સ્થિતિ આપણા માટે ચિંતાનું કારણ બની રહી છે... 



બાંગ્લાદેશ પણ ભારતનો જ હિસ્સો હતો જ્યારે...

બાંગ્લાદેશમાં થતી કોઈ પણ સ્થિતિ માત્ર સરહદી સંબંધોના કારણે આપણને અસર નથી કરતી,પરંતુ બાંગ્લાદેશનો જન્મ ભારતને આધારીત અને આપણી મદદના કારણે થયો છે એ હકીકત પણ એટલો જ ભાગ ભજવે છે, ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા થયા ત્યારે હાલનું બાંગ્લાદેશ પણ ભારતનો જ હિસ્સો હતું, અને એ ભારતનો જ હિસ્સો બની શકતું પણ મુસ્લિમ બાહુલ વિસ્તારો પાકિસ્તાનના પક્ષમાં ગયા, ભૌગોલિક રીતે બાંગ્લાદેશ પાકિસ્તાનથી ખાસુ દુર હતું અને એટલે જ પૂર્વી પાકિસ્તાન તરીકે ઓળખાતો એ પ્રદેશ ત્યાંનો હિસ્સો ના રહી શકે, સ્થાનિકોએ પોકારેલો બળવો, અને આઝાદીની લડેલી લડાઈ પછી બંગાળનો ઉપરનો હિસ્સો અને ભારતની પૂર્વનો આ વિસ્તાર 1971માં ભારતીય સેનાની મદદથી આઝાદ થઈ શક્યો. 



શેખ મુઝીબુર રહેમાનની આ તારીખે થઈ હત્યા

તત્કાલીન પ્રધાનમંત્રી ઈન્દીરા ગાંધીને પાકિસ્તાનના બે ટુકડા કરી નાખવાનો શ્રેય પણ મળ્યો, પણ એ લડાઈ પછી આઝાદ થયેલા બાંગ્લાદેશને આઝાદી અપાવવા વાળામાંથી જ એક એવા શેખ મુઝીબુર રહેમાનની પણ 15 ઓગષ્ટ 1975એ હત્યા કરી દેવાઈ હતી, તે બંગબંધુ તરીકે ઓળખાતા અને બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા હતા, એમનાં મૃત્યુ સુધી એ દેશના વડાપ્રધાન રહ્યા હતા, પણ આર્મીના એક જૂથે એમની જ સામે બળવો કરીને એમની હત્યા કરી નાખી, પરિવારને પણ મારી નાખ્યો, જો કે 1975માં એમના બે પુત્રી શેખ હસીના અને શેખ રેહાના જર્મની ગયેલા હોવાથી બચી ગયા. એ બંનેના બાંગ્લાદેશ પાછા જવા પર પ્રતિબંધ મુકાયો અને એ સમયે ભારતમાં શેખ હસીનાને સંરક્ષણ મળ્યું, આખરે એ પરત બાંગ્લાદેશ જઈ શક્યા, ત્યાં જઈને પક્ષને સંભાળ્યો.



બાંગ્લાદેશ માટે નવી તકો ઉભી કરી... 

શેખ હસીના બાંગ્લાદેશના પ્રધાનમંત્રી બન્યા. બાંગ્લાદેશના ઈતિહાસમાં સૌથી લાંબો સમય શાસન કરનાર પ્રધાનમંત્રી રહ્યા પછી પણ, બાંગ્લાદેશ માટે અનેક નવી તકો ઉભી કર્યા પછી પણ, રાજકીય રીતે સાવ અસ્થિર દેશને ખાસો સ્થિર અને મજબૂત બનાવ્યા પછી પણ દેશની અંદર ચાલી રહેલું આંદોલન શેખ હસીનાની કારકીર્દીને ભક્ષી ગયું, પણ સવાલ ખાલી પ્રધાનમંત્રી તરીકેની કારકીર્દીનો નથી, 1975માં જે એમનાં પિતા સાથે થયું એ એમની સાથે થતા થતા રહી ગયું... 




સરહદની સ્થિતિ સામાન્ય રહી નથી કારણ કે... 

શેખ હસીનાને આર્મી તરફથી 45 મીનિટનું અલ્ટીમેટમ મળ્યું, અને એમણે રાજીનામું આપીને દેશ છોડી દેવો પડ્યો, સંભવત એ ફરી એકવાર ભારતની શરણમાં આવી રહ્યા છે. સૌથી મોટો ખતરો હવે ભારતને માથે એ છે કે સરહદ પર સ્થિતિ સામાન્ય નથી, અનામત વિરોધી આંદોલનો રાજકીય બન્યા હતા, અને ઉદ્દેશ્ય શેખ હસીનાની સરકારને પલટાવવા પુરતો જ નિશ્ચીત થઈ ગયો હતો. બાંગ્લાદેશની સાથે આપણી 4096 કિમીની સરહદ છે અને આખી સરહદ તાર બાંધીને બંધ કરાયેલી નથી, એવી સ્થિતિમાં 



1975માં રમખાણો ફાટી નિકળ્યા 

સતત અને આક્રમક ઘુસણખોરીનો ભય છે, ઉપરથી જે લોકો આંદોલન કરાવી રહ્યા છે એ લોકો ચીન સાથે મળીને કામ કરી રહ્યાનો આરોપ એમના પર સતત લાગ્યો છે, જે તે સમયે 1975માં રમખાણો થયા ત્યારે પણ સીઆઈએ આ ષડયંત્રો પાછળ સામેલ હોવાની વાત સામે આવી હતી. દેશની આંતરીક સ્થિતિ જ્યારે જ્યારે નબળી થાય છે ત્યારે ત્યારે બાહ્ય તાકાતો એનાં પર નિયંત્રણ ચલાવે છે, આજે બાંગ્લાદેશમાં જે કંઈ પણ થયું એ ચિંતાજનક છે, ત્યાંની તસવીરો અફઘાનિસ્તાનમાં આવેલા તાલીબાની શાસનની યાદ અપાવે છે. 




ચીનને લઈ ભારતની વધી ચિંતા! 

ચોક્કસ સમય પસાર થઈ જતા દુનિયા તાલીબાનના શાસનને પણ સ્વિકારી લેતી હોય તો બાંગ્લાદેશમાં કંઈ નવું થશે એ વાત માનવી નક્કામી છે, પણ દુનિયાના અલગ અલગ હિસ્સાઓમાંથી આવી તસવીરો ચિંતાદાયક ચોક્કસ છે, અને એ પણ આપણા ભારત જેવા દેશ માટે જેની ચારેય બાજુ અફઘાનીસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાન જેવા દેશો હોય, નેપાળ જેવા દેશને પણ ચીન અસ્થિર કરતું હોય, શ્રીલંકા કે માલદિવ્સમાં પણ ચીન આધિપત્ય કરતું હોય ત્યારે ચારેય બાજુથી ચીન ઘેરાબંધી કરવાની કોશિશમાં છે, 



ભારતીય સેના આ વિષય પર ગંભીરતાથી નજર રાખી રહ્યું છે..

જો કે આવા પ્રવાહોની વચ્ચે પણ ભારત ખુબ મજબૂતાઈથી ઉભુ રહીને બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને રક્ષણ આપી શકે એટલું સશક્ત તો છે જ, ભારતીય સેના આખા વિષયને ખુબ નજીકથી જોઈ રહી છે. બાંગ્લાદેશમાં થઈ રહેલો આ બળવો ભારતને કેવી રીતે અસર કરશે તમે શું માની રહ્યા છો?  



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.