સુરત: મહારાષ્ટ્ર બેંકના લૂંટારાઓ ઝડપાયા, ક્રાઈમ બ્રાંચે 4 આરોપીઓની UPમાંથી કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-08-18 22:19:35

સુરતના સચિન વિસ્તારના વાંજ ગામની બેંક ઓફ મહારાષ્ટ્રમાં ધોળા દિવસે લૂંટારુઓ ત્રાટક્યા હતાં, જેમાં રૂપિયા 13 લાખની લૂંટ મચાવી ફરાર થઈ ગયા હતાં. જો કે, આરોપીઓને પોલીસ દબોચી લીધા છે. વાંજ ગામની બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં મોઢા પર રૂમાલ બાંધી હેલ્મેટ પહેરી પિસ્તોલ વડે ધોળા દિવસે બેંકમાં આવેલા ગ્રાહકો તેમજ બેંકના કર્મચારીઓને બંધ બનાવી રોકડા રૂપિયાની ધાડ કરનારા ચાર આરોપીઓને પકડવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. આરોપીઓ ઉત્તરપ્રદેશના કુખ્યાત ગેંગસ્ટરો છે અને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના રાયબરેલી ખાતેથી પિસ્તોલ તેમજ રોકડા રૂપિયા સાથે આરોપીઓને ઘટનાના ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા હતા અને આરોપીઓ પાસેથી હથિયાર પર કબજો લેવામાં આવ્યું છે.


CCTV ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ


સચિનના વાંજ ગામમાં આવેલી બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં 11 ઓગસ્ટ 2023ના રોજ સવારે 11:30 કલાલે 5 ઈસમોએ હેલ્મેટ પહેરીને અને તમંચા જેવા હથિયાર સાથે લઈને બેંકમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારબાદ સચિન પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે ગુનો દાખલ કરીને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ પણ આ લૂંટારુંઓને પકડવામાં કામે લાગી હતી. પોલીસને ઘટનાના દિવસે આરોપીઓએ ભાગવામાં ઉપયોગમાં લીધેલી એક રીક્ષા અને બાઈક મળી આવ્યુ હતું. ત્યારબાદ આ મામલે ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી હતી.


આરોપીઓ UPના રીઢા ગુનેગારો


સુરત ક્રાઇમ બ્રાન્ચને ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમસન ઇન્ટેલિજન્સના આધારે મળેલી બાતમીના આધારે 4 આરોપીની ઉત્તરપ્રદેશના રાયબરેલી ખાતેથી ઝડપી પાડયા હતા. આ ચાર આરોપીઓમાં રબાઝખાન ગુજર, વીપીનસિંગ ઠાકુર, ફુરકાન ગુજર અને અનુજપ્રતાપસિંગ ઠાકુરનો સમાવેશ થાય છે. આ ચારમાં મુખ્ય આરોપી વીપીનસિંગ ઠાકુર છે. આ આરોપી 6 મહિના પહેલા જ જેલમાંથી છૂટ્યો હતો અને ત્યારબાદ આરોપીએ પોતાની સાથે અન્ય 4 રીઢા આરોપીઓને લઈ સચિનના વાંજમાં આવેલી બેંકમાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો. આરોપી વીપીનસિંગ ઠાકુર સામે અલગ અલગ 32 જેટલા ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. મોટાભાગમાં ગુનાઓ આરોપી સામે ઉત્તર પ્રદેશના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે.


શા માટે  બેન્ક ઓફ મહારાષ્ટ્રને નિશાન બનાવી?


સચિનના વાંજની બેન્ક ઓફ મહારાષ્ટ્રને લૂંટ માટે ટાર્ગેટ કરવાનું મોટું કારણ  એવું હતું કે, આ બેંકમાં કોઈ પણ સિક્યુરિટી ગાર્ડન ન હતો. કારણ કે આ બેંક નાની બેંક હતી અને ત્યાં સિક્યોરિટી ગાર્ડ બેંક દ્વારા રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીઓએ રેકી કરીને બેંકમાં લૂંટ કરવાનો પ્લાન તૈયાર કર્યો હતો. હાલ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલ એક રિવોલ્વર અને 1,58,900નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તો સચિન પોલીસ દ્વારા આરોપીઓએ ચોરી કરેલ બે મોટરસાયકલ પણ કબજે કર્યા છે. પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપીઓએ આ લૂંટની મોટાભાગની રકમ ખર્ચી નાખી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે