મથુરાઃ બાંકે બિહારી મંદિર પાસે બિલ્ડિંગની છત ધરાશાયી, 5 શ્રદ્ધાળુઓના મોત, 10 લોકો ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-08-15 22:06:52

ઉત્તર પ્રદેશના સુપ્રસિધ્ધ યાત્રાધામ મથુરામાં આજે 15મી ઓગસ્ટના રોજ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પ્રખ્યાત બાંકે બિહારી મંદિર પાસે બે માળની ઈમારતનો એક ભાગ ધરાશાયી થવાને કારણે  શ્રધ્ધાળુઓ દટાઈ ગયા હતા. જેમાંથી પાંચના મોત થયા છે. ગંભીર રીતે ઘાયલ પીડિતો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાંકે બિહારી મંદિરથી માત્ર 200 મીટર દૂર એક જૂની ઈમારતની બાલ્કની ધરાશાયી થઈ ગઈ અને આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત, જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. 


શ્રધ્ધાળુઓ નિકળ્યા ત્યારે સર્જાઈ દુર્ઘટના


શ્રધ્ધાળુઓ દર્શન કરીને મંદિરમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટનાના કારણે અરેરાટી વ્યાપી ગઈ હતી. પીડિતોને બચાવવા આસપાસના લોકો ત્યાં પહોંચી ગયા હતા. પોલીસને જાણ કરવામાં આવતા  પોલીસકર્મીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જે બાદ કાટમાળમાં દટાયેલા લોકોને બચાવીને બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.


આ લોકોના થયા મૃત્યુ


હોસ્પિટલમાં ડોક્ટરોએ 5 લોકોને મૃત જાહેર કર્યા હતા. મૃતકોમાંથી ત્રણ કાનપુરના છે, જ્યારે એક વૃંદાવનનો છે અને મૃતકોનું સ્થાન હજુ સુધી જાણી શકાયું નથી. આ અકસ્માતમાં ગીતા કશ્યપ, અરવિંદ કુમાર, રશ્મિ ગુપ્તા, અંજુ અને એક અજાણ્યા વ્યક્તિનું મોત થયું છે.


સાંકડી ગલીમાં 60 લોકો ફસાયા હતા

 

આ દુર્ઘટના મથુરાના દુસાયત વિસ્તારમાં આજે સાંજે 5 વાગ્યે આ દુર્ઘટના સર્જાઈ હતી, દુર્ઘટના વખતે સાંકડી ગલીમાં લગભગ 60થી વધુ લોકો હતા. ભારે ભીડના કારણે રેસ્ક્યુ ટીમ ઝડપથી પહોંચી શકી ન હતી. ત્યાં પણ શ્રદ્ધાળુઓની ભારે ભીડ હતી જેના કારણે રેસ્ક્યુ ટીમને પહોંચવામાં વિલંબ થયો હતો. સ્થાનિક લોકોએ જાતે જ કાટમાળ હટાવી ઘાયલો અને મૃતકોને તાકીદે હોસ્પિટલ પહોંચાડ્યા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે