ગોવામાં બાર-રેસ્ટોરન્ટના માલિકોએ દારુના નશામાં રહેલા લોકોને કેબથી ઘરે મોકલવાની વ્યવસ્થા કરવી પડશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 13:06:34

ગોવાના મંત્રી મૌવિન ગોડિન્હોએ કહ્યું કે તે રાજ્ય પરિવહન વિભાગના અધિકારીઓને રાજ્યમાં બાર તથા પબની બહાર ચેકિંગ કરવા અને દારૂ પી ગાડી ચલાવવાની ઘટના અટકાવવા માટે રાત્રીના સમયમાં મહત્વના સ્થળો પર વ્યવસ્થા કરવાના આદેશ આપ્યા છે.

Goa makes 'Don't drink and drive' signages must for bars - Daijiworld.com

ગોવામાં દારૂ પીને ગાડી ડ્રાઈવ કરવાને લગતી ઘટના સતત વધી રહી છે. આ સાથે અકસ્માતનું પ્રમાણ પણ વધી રહ્યું છે, આ અંગે સરકાર ગંભીર બની ગઈ છે. સોમવારે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે ડ્રંક એન્ડ ડ્રાઈવ પર નિયંત્રણ લાદવા માટે રાજ્યમાં એક નવા માપદંડ લાગૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિયમ પ્રમાણે બાર તથા રેસ્ટોરન્ટના માલિકોએ નશામાં ધુત ગ્રાહકો માટે હવે કેબની વ્યવસ્થા કરવી પડશે,જેથી તેઓ ઘરે અથવા હોટલ સુધી પહોંચાડી શકાય.


ગોવાના મંત્રી મૌવિન ગોડિન્હોએ કહ્યું કે તે રાજ્ય પરિવહન વિભાગના અધિકારીઓને રાજ્યમાં બાર તથા પબની બહાર ચેકિંગ કરવા અને દારૂ પી ગાડી ચલાવવાની ઘટના અટકાવવા માટે રાત્રીના સમયમાં મહત્વના સ્થળો પર વ્યવસ્થા કરવાના આદેશ આપ્યા છે.


બાર માલિકની જવાબદારી

In midst of political row, Goa bar now under town planner lens | Cities  News,The Indian Express

મંત્રીએ કહ્યું કે હું અધિકારીઓને કહી રહ્યો છું કે ભારે ભીડવાળા બાર અને રેસ્ટોરન્ટનો સંપર્ક કરો, જ્યાં લોકો આવે છે. જો કોઈ વ્યક્તિ દારૂના નશામાં છે તો તે બાર માલિકની જવાબદારી છે કે તે કેબ ભાડે લઈ તેને ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરે. આવા લોકોને કાર ચલાવી ઘરે જવા દેવામાં ન આવે. લોકોની સુરક્ષા માટે આ નવો નિયમ છે. હવે અમે આ નિયમને વધારે કડક કરશું.


11મા રાજ્ય માર્ગ સુરક્ષા સપ્તાહ 2022 કાર્યક્રમમાં બોલતા પરિવહન મંત્રીએ કહ્યું કે અધિકારીઓ માર્ગ સુરક્ષાના મુદ્દાને વધારે ગંભીરતાથી લેવા પડશે. ગોડિન્હોએ કહ્યું કે ખાડાઓથી ભરેલા માર્ગો જેવી સમસ્યાને લોક નિર્માણ વિભાગ દ્વારા ઉકેલ મેળવવો જોઈએ, જેના માટે તે પોતાની સમકક્ષ સાથે કામ કરશે.તેમણે કહ્યું કે અન્ય વિભાગના કેટલાક અધિકારીઓ માર્ગ સુરક્ષાના મુદ્દાને હળવાસથી લઈ રહ્યા છે. તેઓ બેઠકોમાં પણ આવતા નથી. હવે સમય આવી ગયો છે કે અધિકારી આ મુદ્દાને ગંભીરતાતી લે.


મંત્રી વધુમાં કહ્યું કે પરિવહન વિભાગના અધિકારીઓને બાર તથા પબની જગ્યાએ તપાસ કરવા ઉપરાંત રાત્રીના સમયમાં મહત્વના સ્થાનો પર નજર રાખવા માટે કહેવામાં આવશે, જેથી દારૂ પીને ડ્રાઈવ કરવાની ઘટનાને અટકાવી શકાય છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર રાજ્યમાં મલ્ટી-મોડલ પરિવહન સુવિધા શરૂ કરવા કામ કરી રહી છે, જે એક એપ પર ઉપલબ્ધ બનશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે