બસ નજરીએ કી હેં બાત... સોશિયલ મીડિયા પર પોલીસ કર્મીઓના વીડિયો વાયરલ થયા જે જોઈ તમે પણ ખુશ થઈને કહેશો, શું વાત છે...


  • Published By :
  • Published Date : 2023-07-22 17:31:38

આપણે કહીએ છીએ છે કે દરેક માનવમાં ઈશ્વર રહેલો છે. ભગવાન પોતે આપણી સમક્ષ નથી આવતા પરંતુ કોઈ વ્યક્તિને તેમનો દુત બનાવી આપણી પાસે, આપણી મદદમાં મોકલી દેતા હોય છે. ભગવાનના રૂપમાં મદદે અનેક એવા લોકો આવતા હોય છે જેમની આપણે કલ્પના પણ ન કરી હોય. માણસોમાં પણ બે વ્યક્તિત્વ રહેલું હોય છે. એક નકારાત્મક અને એક સકારાત્મક રૂપ આપણી સૌની અંદર રહેલું હોય છે. આપણને માણસમાં રહેલી નકારાત્મકતા આપોઆપ દેખાઈ જતી હોય છે પરંતુ સકારાત્મક રૂપ આપણે શોધવું પડે છે. આ વાત પોલીસ કર્મીઓ પર પહેલા લાગુ પડતી હોય છે. 

ફરિયાદ કરવા આવેલા દાદીને ગરમી ન લાગે તે માટે પોલીસે કરી વ્યવસ્થા

કુમાર વિશ્વાસ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં પોલીસ કર્મીઓ એક વૃદ્ધ મહિલાને ગાડીમાં બેસાડી ઘરે છોડવા જાય છે. કાનપુર પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ કરવા જ્યારે 80 વર્ષની મહિલા પહોંચી ત્યારે તેમને પ્રેમભર્યો આવકાર આપવામાં આવ્યો અને દાદીને ગરમીમાં ઘરે ન જવું પડે તે માટે પોલીસે પોતાનની ગાડીમાં બેસાડી દાદીને મોકલ્યા. તે પહેલા પણ એવા અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીએ લોકોનું દિલ જીતી લીધું હોય. થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એક પોલીસ કર્મી દાદાને નવા ચપ્પલ પહેરાવે છે. તે સિવાય પણ એવા અનેક વીડિયો સામે આવતા રહે છે જેને જોઈ લાગે છે કે માનવતા હજી નથી મરી પરવારી.      



પોલીસનું આવું રૂપ જલ્દી નથી જોવા મળતું 

પોલીસને આપણે હંમેશા દંડ વસૂલતા જોતા હોઈએ છીએ, વર્દીનો વટ પાડતા, દાદાગીરી કરતા દેખાતા હોય છે. એવા અનેક કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે જે આ વાતને સાચી સાબિત કરે છે. આ વાતને પૂર્ણ રીતે નકારી શકાય તેવી છે પણ નહીં. પરંતુ પોલીસનો એક બીજું રૂપ પણ હોય છે જે આપણે કદી નથી જોતા. જે પોલીસ આપણને એકદમ કડક દેખાતી હોય છે તે જ પોલીસના એવા અનેક દ્રશ્યો સામે આવતા હોય છે જેને જોઈ લાગે છે કે માનવતા હજી નથી મરી પરવારી. પોલીસ ઉપરાંત લોકો દ્વારા કરવામાં આવતી આવી કામગીરી માનવતાને મહેંકાવતી રાખે છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે