જ્ઞાનવાપી મસ્જિદનું ભોંયરું ખોલવામાં આવે, શિવલિંગનો ASI સર્વે કરાવાય, હિંદુ પક્ષે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી


  • Published By :
  • Published Date : 2024-01-29 17:13:30

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ મામલે હિંદુ પક્ષે સોમવારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી વજુખાનાનો સર્વે કરાવવાનો આદેશ આપવાની માગ કરી હતી. હિંદુ પક્ષે તેની અરજીમાં કહ્યું હતું કે શિવલિંગને નુકસાન પહોંચાડ્યા વિના ASI ત્યાં સર્વે કરે. ત્યાં પર શિંવલિંગ જેવું સ્ટ્રક્ચર મળવાના કારણે વજૂખાનાને સીલ કરી દીધું હતું. પોતાની અરજીમાં હિંદુ પક્ષે કોર્ટ પાસે 19 મે 2023ના આદેશને રદ્દ કરવાનો આદેશ આપવાની માગ કરી છે. આ આદેશમાં કોર્ટે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં વીડિયોગ્રાફી સર્વે દરમિયાન જોવા મળેલા "શિવલિંગ"ની વૈજ્ઞાનિક તપાસ પર રોક લગાવી દીધી હતી. 


વૈજ્ઞાનિક પધ્ધતીથી કરાવવામાં આવે તપાસ


પોતાની અરજીમાં ASIના સુપ્રિટેન્ડન્ટ પાસે સીલ કરાયેલા વિસ્તારમાં આવેલા શિવલિંગને કોઈ નુકસાન પહોચાડ્યા વગર જ તેની પ્રક્રૃતિ અને સંબંધિત વિશેષતાઓ નક્કા કરવા માટે કથિત શિવલિંગની જરૂરી તપાસ-સર્વે કરાવવાનો આદેશ આપવાની માગ કરી છે. અરજીમાં તે પણ માગ કરવામાં આવી છે કે શિવલિંગની આસપાસની કૃત્રિમ, આધુનિક દીવાલો, ફર્શોને હટાવીને સંપુર્ણ વિસ્તારમાં વૈજ્ઞાનિક રીતે ખોદકામ કરાવીને તપાસ કરવામાં આવે. 


વજુખાનાની સફાઈનો આદેશ આપ્યો હતો 


આ પહેલા જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી હિન્દુ પક્ષને મોટી રાહત મળી હતી. કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદની અંદરના વજુખાનાની સફાઈ કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે સફાઈ વારાણસીના જિલ્લા પ્રશાસનની દેખરેખમાં થવી જોઈએ. કોર્ટે જિલ્લા વહીવટીતંત્રને પણ સફાઈ દરમિયાન કોર્ટના જૂના આદેશનું કોઈ પણ રીતે ઉલ્લંઘન ન થાય તેનું ધ્યાન રાખવા જણાવ્યું છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે