મહેસાણાના રાજપુર ગામના આ દાદીના ઘરમાં આખા ગામના ચામાચીડિયા રહે છે.


  • Published By :
  • Published Date : 2023-10-15 13:27:30

તમે સ્પાઇડર મેન, સુપર મેન, બેટ મેન આવા નામો સાંભળ્યા હશે પણ તમે ક્યારેય 'બેટ વુમન' નામ સાંભળ્યું છે? જી હા, આ અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે મહેસાણા જિલ્લાના રાજપુર ગામમાં  80 વર્ષના શાંતા બેન રહે છે જેમને આખું ગામ  “ચામાચીડિયા વાળા બા” તરીકે ઓળખે છે…

નંદાસણની બાજુમાં આવેલા રાજપુર ગામમાં રહેતા શાંતાબેન પ્રજાપતિનાં ઘરમાં એક નહીં, બે નહીં, પરંતુ એક હજારથી વધુ ચામાચીડિયા રહે છે. છે ને નવાઈની વાત..!! મોટાભાગે મહિલાઓ ચામાચીડિયા, ઉંદર અને ગરોળી વગેરેથી ડરતી હોય છે. પરંતુ શાંતાબેનના ઘરમાં આજે વર્ષોથી ચામાચીડિયા વસવાટ કરે છે. અને શાંતા બેન તેમને પરિવારના સભ્યો ગણે છે

શાંતા બેનનું માનવું છે કે, પ્રભુની ઈચ્છાથી જ આ બધા ચામાચીડિયા તેમના ઘરે આવ્યા છે. તેમને ઉડાડી ને તેઓ પાપના ભાગીદાર બનવા નથી માંગતા. આ ચામાચીડિયા હવે તેમને પરિવારના સભ્યો જેવા લાગે છે. તેમનાથી શાંતાબેનને જરા પણ ડર લાગતો નથી. સાથે તેમણે જણાવ્યું કે આ ચામાચીડિયા ખૂબ જ ગંદકી ફેલાવે છે અને તેના કારણે ખૂબ દુર્ગંધ આવે છે. પરંતુ શાંતાબેન નિયમિત પણે સાફ સફાઈ પણ કરે છે.


આ બા ઘરમાં એકલા જ રહે છે

ચામાચીડિયાની સાથે રહેવાને કારણે જ લોકો શાંતા બેનને ચામાચીડિયાવાળા કહેવા માંડ્યા છે. જણાવી દઈએ કે, શાંતાબેનના પતિનું મોત થઈ ચુક્યુ છે. તેમની દીકરીઓના લગ્ન થઈ ચુક્યા છે અને હવે તે પોતાના સાસરિયામાં રહે છે. આથી, તેમની સાથે રહેનારુ કોઈ નથી અને હવે તેમણે આ ચામાચીડિયાઓને જ પોતાના પરિવારો હિસ્સો માની લીધા છે. 

શાંતા બેનના ઘરમાં ઘુસતા જ કોઈ સામાન્ય માણસને ડર લાગે તેવો માહોલ હોય છે કારણ કે ઘરની દરેક દીવાલ અને ભોંયતળિયે ઢગલો ચામાચીડિયાં જોવા મળે છે. ગામના લોકો ઘણીવાર શાંતાબેન ને ચામાચીડીયાને ઉડાડી મૂકવાની સલાહ આપે છે. પરંતુ શાંતાબેનને ચામાચીડિયાથી જરાય તકલીફ નથી. તાજેતરમાં જ નીપા વાઇરસ ફેલાઈ રહ્યો હતો, છતાં શાંતાબેને ચામાચીડીયાને ઉડાડવાનું યોગ્ય માન્યું નહોતું.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે