બાયડના MLA ધવલસિંહ ઝાલાની ભાજપમાં ઘરવાપસી, સી આર પાટીલે કરી માર્મિક ટકોર


  • Published By :
  • Published Date : 2023-08-29 13:53:46

લોકસભાની ચૂંટણી નજીક આવતા જ તમામ રાજકીય પક્ષો એક્શન મોડમાં આવી ગયા છે. ભાજપ અને કોંગ્રેસે તો રીતસર ભરતી અભિયાન જ શરૂ કરી દીધું છે. જેમાં સ્થાનિક નેતા અને કાર્યકરોને ખેસ પહેરાવીને પાર્ટીમાં સામેલ કરવામાં આવે છે.  જેમ કે અરવલ્લીના મોડાસા ખાતે યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને પણ ભાજપમાં ફરીથી એન્ટ્રી કરી છે. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની હાજરીમાં કેસરિયા કર્યા હતા. સી આર પાટીલે ખેસ પહેરાવીને અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનું ભાજપમાં સ્વાગત કર્યું હતું. જો કે આ પ્રસંગે તેમણે ધવલસિંહ ઝાલાને માર્મિક ટકોર પણ કરી હતી. ઉલ્લેખનિય છે કે આજે અરવલ્લી જિલ્લાના મોડાસા-ધનસુરા અને માલપુર તાલુકા ભાજપ સંગઠનના તાલુકા કાર્યાલયના લોકાર્પણ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ સહિત અનેક રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા.


પાટીલની ધવલસિંહ ઝાલાને માર્મિક ટકોર


ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનેને સાનમાં સૂચના આપી હતી. તેમણે કહ્યું કે, ધવલસિંહ ઝાલાને ટકોર કરતા અધ્યક્ષ પાટીલે કહ્યુ હતુ કે, "બાયડના ધારાસભ્ય પહેલા કોંગ્રેસ પછી ભાજપ અને ત્યારબાદ અપક્ષ અને પછી પાછું..પણ ધવલસિંહ આ બાયડના લોકો અને અરવલ્લીના લોકો હવે તમારી પાસે અપેક્ષા કરે છે, તમે હવે ગુંદર લગાવી લો.  આમ તેમ જતાં નહીં અને અમારા કાર્યકર્તાઓને હેરાન ન કરતા. અમારા દરેક કાર્યકર્તાઓમાં થોડી-થોડી નારાજગી છે, બધાની માફી માંગી લેજો". તેમણે ધવલસિંહ ઝાલાને  કાર્યકરોની નારાજગી દૂર કરવા માફી માંગવા માટે પણ કહ્યું હતું. તે ઉપરાંત મતવિસ્તારના લોકોને હેરાન ન કરવા અને શાંતિથી પાર્ટી સાથે જોડાયેલા રહેવાની પણ ટકોર કરી હતી. 


અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી


ભાજપે ધવલસિંહ ઝાલાની ટિકિટ કાપતા તેમણે  વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા બેઠક પર આ વખતે ખરા-ખરીનો જંગ ખેલાયો હતો. ભાજપે ધવલસિંહ ઝાલાનું પત્તુ કાપીને આ બેઠક પર ભીખીબેન પરમારને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દીકરા મહેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી હતી. જોકે ધવલસિંહ ત્યારબાદ અનેકવિધ કાર્યક્રમમાં ભાજપના ખેસ સાથે કાર્યક્રમમાં જોવા મળતા હતા. ધવલસિંહ ઝાલાનો અત્યાર સુધીનો રાજકીય કાર્યકાળ ભારે ઉતાર ચઢાવ વાળો રહ્યો છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે