ચૂંટણી હોય કે સરકારી કાર્યક્રમ એએમટીએસ બસનો થાય છે ઉપયોગ પરંતુ નથી ચૂકવાતા પૈસા, જાણો પ્રતિદિન એએમટીએસ કેટલું કરે છે દેવું


  • Published By :
  • Published Date : 2023-02-22 09:39:57

અમદાવાદને સ્માર્ટ સિટી બનાવા માટે અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એએમટીએસ બસ ખોટમાં ચાલી રહી છે. દર વર્ષે 300 કરોડ રુપિયાની ખોટ એએમટીએસ કરી રહ્યું છે. ખોટમાં ચાલવાના અનેક કારણો છે જેમાં ખુદ સરકારી તંત્ર અને એએમસી જવાબદાર છે. ચૂંટણી દરમિયાન લોકોને લાવવા લઈ જવા ઉપરાંત લોકાર્પણ કાર્યક્રમોમાં ભીડ ભેગી કરવા એએમટીએસનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ કામ પૂર્ણ થયા બાદ પૈસા ચૂકવવામાં આવતા નથી.       


એએમટીએસને નથી ચૂકવાતું ભાડું!

ચૂંટણી હોય કે પછી રાજ્ય સરકાર અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનનો કાર્યક્રમ હોય લોકોને લાવવા લઈ જવા માટે એએમટીએસ બસની સુવિધા મૂકવામાં આવે છે. કોર્પોરેટરો પોતાના વોર્ડમાંથી લોકોને લાવવા લઈ જવા માટે એએમટીએસ બસનો ઉપયોગ કરે છે. જેના માટે એએમટીએસ બસ દ્વારા નક્કી કરવામાં આવેલું ભાડું લેવામાં આવે છે. પરંતુ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પૈસા એએમટીએસને ચૂકવવામાં આવતા નથી. જેને કારણે દેવું વધતું જાય છે.


ભીડ ભેગી કરવા થાય છે એએમટીએસ બસનો ઉપયોગ

ઉપરાંત માર્ચ 2022માં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં 316 બસોને મૂકવામાં આવી હતી. જેનું બિલ 23.85 લાખ જેટલું થાય છે. આ બિલની ચૂકવણી હજી સુધી કરવામાં નથી આવી. વર્ષ 2022માં ખેલમહાકુંભ દરમિયાન સ્પોર્ટસ ઓથોરિટી દ્વારા 183 જેટલી બસો મંગાવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપયોગમાં લેવાયેલી બસોનું ભાડું 14.73 લાખ થયું હતું પરંતુ હજી સુધી આ બિલનું પેમેન્ટ કરવામાં નથી આવ્યું. તે સિવાય કોર્પોરેશનના વિવિધ કાર્યક્રમમાં કુલ 731 જેટલી બસો મુકવામાં આવી હતી જેનું બિલ 52.84 લાખ જેટલું થતું હતું જેમાંથી માત્ર 12.42 લાખ રુપિયા જમા થઈ ગયા છે પરંતુ બાકી રેહલા 40.42 લાખની ચૂકવણી કરવામાં આવી નથી.     


ચૂંટણી દરમિયાન પણ બસ સેવાનો લેવાય છે લાભ 

તે ઉપરાંત જ્યારે કોઈ પણ ચૂંટણી હોય ત્યારે અધિકારીઓ માટે બસની વ્યવસ્થા કરવામાં આવે છે. વર્ષ 2021માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બે વોર્ડની પેટાચૂંટણી દરમિયાન લોકોને લાવવા લઈ જવા એએમટીએસ બસ મૂકવામાં આવી હતી. એએમટીએસ દ્વારા કલેક્ટર કચેરીમાં કુલ 15.89 લાખ રુપિયાનું બીલ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાંથી માત્ર 1.15 લાખની જ ચૂકવણી કરવામાં આવી છે. પરંતુ 14.73 લાખ રુપિયા ચૂકવવામાં આવ્યા નથી. 72.10 લાખ રુપિયા હજી સુધી આપવામાં આવ્યા નથી.     


દરરોજ એએમટીએસ કરે છે 82 લાખની ખોટ!

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે એએમટીએસ પર 3861 કરોડનું દેવું છે. પ્રતિદિન 82 લાખની ખોટ એએમટીએસ કરી રહી છે. કોર્પોરેશનને બસોના બિલ મોકલી આપવામાં આવ્યા છે પરંતુ આજ સુધી આ બિલની ચૂકવણી કરવામાં આવી નથી. ભાજપના સત્તાધીશો ભીડ ભેગી કરવા લોકોને લાવવા લઈ જવા ભાડે કરેલી બસોને પૈસા જ ચૂકવાયા નથી.     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.